________________ 108 હું આત્મા છું ત્યારે એ સાજ સજી તૈયાર જ હશે. બંધુઓ ! આ છે મરણની તૈયારી, પિતે પિતામાં તૈયાર થઈ જાય. બસ, પછી બીજુ કશું કરવાનું રહેતું નથી ' અહીં ગુરુદેવે શિષ્યને આત્માની નિત્યતા વિષે સચેટ તર્કો આપી તેના માથામાં એ બેસાડયું કે આત્મા દેહથી જુદે છે, સ્વતંત્ર છે, નિત્ય છે. અને શિષ્યની શ્રદ્ધા પણ આ સ્વીકારે છે. ઉપકારી ગુરુદેવના ચરણમાં મસ્તક ઝુકાવી ઊભે છે. ત્યાં જ ગુરુદેવ હવે શિષ્યના આત્માની નિયતા વિષયક એક પ્રશ્ન પૂછી, તેના જ મુખે કહેવડાવવા માગે છે કે -ગુરુદેવ! આત્મા નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે, અને તે સ્વીકારું છું. હવે એ પ્રશ્ન અવસરે.