________________ 106 હું આત્મા છું ભોગવે? એકે કરેલા કર્મોને ભેગ અન્ય કેવી રીતે કરે? જો એમ થાય તે જગતના તંત્રમાં વ્યવસ્થા જ ન રહે. અપરાધ કેઈને અને સજા કે ભગવે? વ્યાવહારિક જગતમાં પણ આમ નથી હોતું તે આત્મિક જગતમાં તે ન જ હોય, કારણ વ્યાવહારિક જગતના મૂળભૂત સિદ્ધાંતરૂપી નીતિ - નિયમે, આ આત્મ-સાધના માટેની ભૂમિકા જ છે. આત્મિક જગત સ્વયંસંચાલિત છે, તેમા મીનમેખ નથી. આ દષ્ટિએ પણ આત્મા નિત્ય છે. આત્માની નિયતાની સિદ્ધિ એ આપણે માટે અત્યંત ઉપકારી સાધન છે. જે વ્યક્તિના અંતરમાં આ શ્રદ્ધા દઢ થઈ જાય તેને મૃત્યુને ભય ટળી જાય મરવાને તે ખરે, પણ તેનામાં એ સમજણ દઢ હોય કે મરે છે તે દેહ છે. હું મરતો નથી. હું તે અજરામર છું એ તે મસ્ત થઈને ગાતે હેય સહજાનંદી શુદ્ધ સ્વરૂપીઅવિનાશી હું આત્મ સ્વરૂપ. દેહ મરે છે હું નથી મરતે, અજર અમર પદ મા. ... આ દઢ વિશ્વાસ જેના અંતઃકરણમાં હોય તેણે ભયને જીતી લીધો હિય. દેહ અને આત્મા અલગ થાય તે થાય એમાં મારે શું? આત્માને દેહમાં રહેવાને સમય પૂરો થાય એટલે એ દેહ છોડીને ચાલતે થાય. તેમાં ખોટું શું? જ્યાં જેને જેટલું રહેવાનું હોય એટલું જ રહે, રહી શકે. સમય થતાં જવાનું જ હોય ! આવી સમજણ શ્રદ્ધાવાન જીવને ઉપકારક નીવડે. સહજાનંદ સ્વામીએ આ ભાવે એક પદમાં સુંદર રીતે ફરમાવ્યા છેનિત્ય હું નિત્ય શું આતમા નિત્ય છું, તે પછી મરણ ભય કેમ મહાર–? ભલે મરે શત્રુઓ, રાગ દ્વેષાદિઓ, અમર પરમાણુ જીવ મરે ન ક્યારે 1... વીર્ય રજથી બન્યું. માટીનું ઢેકું આ, જાય શમશાનમાં જડ-સ્વભાવે; ક્ષણે-ક્ષણે મલી-બિખરી દશા પલટે પણ, નિત્ય પરમાણુ નિજ ધર્મ દાવે.....૨