________________ વદનારો તે ક્ષણેક નહી...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં, ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, આત્માના મૌલિક સ્વરૂપને પ્રગટ કરે છે કૃત્રિમ રૂપને સહારે ભવમાં ભટકનાર આત્માએ એ રૂપને જ પિતાનાં માની લીધાં. પિતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ એને થઈ નથી, તેથી જ આત્મ-વિષયક ભ્રાંતિ પણ ગઈ નથી. શંકા કરનાર શિષ્ય પણ કઈ ભ્રમનાં કારણે જ આત્માના સ્વરૂપને નિત્ય ન સ્વીકારતાં, ક્ષણિક માનવા પ્રેરાય છે. સંસારના દેખાતા સર્વ પદાર્થ ક્ષણિકતાની અનુભૂતિ કરાવે છે. એ જોઈને એણે ગુરુદેવને કહ્યું હતું કે આત્મા નિત્ય હોય એમ લાગતું નથી. શરીરની સર્વ અવસ્થાઓમાં આત્મા બદલાયા વગર એને એ જ રહે છે એ સિદ્ધ કર્યા પછી, એ જ બાબતને વધુ સ્પષ્ટ કરે છે. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનાર વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર...૬૯. હે શિષ્ય! તેં તારા દેહમાં આત્મા છે એ તે સ્વીકાર્યું જ છે. તું કહે છે આત્મા ક્ષણિક છે. તે હું તને પૂછું છું કે આત્મા ક્ષણિક છે એમ બોલનારે, તારે આત્મા છે કે બીજે કઈ? અંદરથી કોણ બોલે છે? જે તારે આત્મા જ બોલતે હેય તે એણે કયારે જાણ્યું કે આત્મા ક્ષણિક છે? તારા મતે એ ક્ષણિક છે તે જાણનાર આત્મા તે નાશ પામી ગયે. કહેનાર બીજે કઈ છે કે જેણે જાણ્યું નથી. તે એની કહેલી વાત કેવી રીતે માનવી? જાણ્યા વિના કહેતે હેય તેની વાત માનવા લાયક