________________ 102 હું આત્મા છું આત્માએ કર્યો. તેને બધું જ યાદ છે. શરીરની અવસ્થાઓ બદલાઈ પણ પિતે બદલાયે નથી. એ જ સાબિતી છે કે આત્મા પ્રવ્ય છે અર્થાત્ નિત્ય છે અને અવસ્થાઓ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળી એટલે અનિત્ય છે. આત્મા દ્રવ્ય છે અને જ્ઞાનાદિ તેના ગુણ છે. ગુણે પણ પરિણમનશીલ છે અર્થાત્ તેમાં પણ પર્યાને ઉત્પાદ - વ્યય થયા કરે છે. જ્ઞાન એ જાણનાર શક્તિ છે. આત્માનું જ્ઞાન આત્માને જ જાણે, આત્માને અનુભવે તે તેની સ્વાભાવિક પર્યાય છે. જ્ઞાન અંતર્મુખ થાય ત્યારે આત્માને જાણે, પણ બહિર્મુખ થાય ત્યારે ઈદ્રિયેના વિષયને ગ્રહણ કરે. ઈન્દ્રિય પદાર્થોનું જ્ઞાન કરવામાં સાધનભૂત છે. બહિર્મુખ પ્રવર્તતું જ્ઞાન, જગતના પદાર્થોને ઈન્દ્રિ દ્વારા જાણે, એ જ્ઞાનની વૈભાવિક પર્યાય છે. જગતને જાણવું તે આત્માના સ્વભાવરૂપ જ્ઞાનને હેતુ નથી. પણ કર્મોના ઉદયનું નિમિત્ત પામીને જ્ઞાનને બહિર્મુખ વ્યાપાર થાય છે ત્યારે તે જગત સાથે જોડાય છે. જગત સાથે જોડાયેલું જ્ઞાન જડ પદાર્થોને જાણે, છતાં પિતે જડરૂપ થઈ જતું નથી. સમયે - સમયે, અન્ય - અન્ય પદાર્થોને જાણે તે તેના સમયે - સમયે બદલાતી પર્યાય છે. આ પર્યાયે ઉત્પન્ન થાય અને નાશ પામી જાય, પણ જ્ઞાન ગુણ કદી ઉત્પન્ન થાય નહીં, અને નાશ પામે નહીં. કયારેક સ્મૃતિદેવના કારણે મેળવેલું જ્ઞાન વિસરાઈ જાય. અને ત્યારે એમ લાગે કે જ્ઞાન નાશ પામી ગયું, પણ એમ થતું નથી. જીવના ગુણરૂપ જ્ઞાન છે તે પાણી અને પાણીની શીતલતાના સંબંધે, જીવ સાથે રહ્યું છે. જેમ પાણીની શીતલતા, કરડે ઉપાયે પણ સર્વથા નાશ પામતી નથી તેમ આ જીવ નિગદ જેવા અતિ સૂક્ષ્મ શરીરને ધારણ કરે છતાં આત્મામાં રહેલે જ્ઞાનગુણ સર્વથા આવરિત થતું નથી. સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનને વ્યક્ત થવાનાં બાહ્ય સાધને નથી. તેથી જ્ઞાન અવ્યક્ત જ રહે છે. છતાં જ્ઞાન નથી. એમ કહી શકાય નહીં. જીવનું જીવત્વ જ જ્ઞાનના હેવાની સાબિતી છે. કર્મ સગે જીવ જ્ઞાનાદિ ગુણના વિકાર રૂપ પરિણમે છે, છતાં તે વિકાર રૂપ બની જતો નથી. આ છે ગુણની ધ્રૌવ્યતા અને ગુણમાં પરિણુત