________________ આત્મા દ્રવ્ય નિત્ય છે 101 પણ પ્રકારને અગ્નિ હોય, પણ એ સંગના દૂર થવાથી પાણી ફરી પોતાની મૂળ શીતળતાને પ્રાપ્ત કરી લે. પાણીમાંથી શીતળતાનો ગુણ કયારેય નાશ ન પામે. આમ દ્રવ્યની પર્યાય તથા ગુણની પર્યાય, થયા જ કરે. એક ક્ષણ પણ અટકે નહીં. પર્યાય રહિત દ્રવ્ય ન હોય અને દ્રવ્ય રહિત પર્યાય ન હેય. એ જ રીતે ગુણ રહિત દ્રવ્ય ન હોય અને દ્રવ્ય રહિત ગુણ ન હોય. વળી એ જ ન્યાયે ગુણમાં પણ પર્યાય હાય. આ સ્થિતિ જડ-ચેતન બને દ્રવ્યમાં રહે જ છે. સ્થૂલ પર્યાયે દૃષ્ટિ–ગોચર થાય પણ સૂક્ષ્મ પર્યાયે ઘણું લાંબા સમય પછી, દ્રવ્યમાં થતા પર્યાયાત્મક ફેરફારના કારણે જ જાણી શકાય. અન્યથા દેખાય નહીં. ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યને આત્મદ્રવ્યમાં સમજીએ. આત્મા દ્રવ્ય છે દ્રવ્ય છે ત્યાં પર્યાય છે. તેથી આત્મામાં પણ ઉત્પાદ - વ્યય થયા કરે છે. ગતિરૂપ શરીરને ધારણ કરવા તે આત્માને વૈભાવિક પર્યાય છે. આત્મા પિતે મનુષ્યાદિ નથી. આત્માને શુદ્ધ સ્વરૂપમાં દેહાદિ ધારણ કરવાનું નથી, પણ શરીરને ધારણ કરવું તે કર્મોને કારણે છે. જ્યાં સુધી કર્મ સહિત આત્મા છે ત્યાં સુધી એ અનેક દેહ ધારણ કરે છે. જેટલા દેહ ભૂતકાળે ધારણ કર્યા, વર્તમાને જે દેહમાં છે અને ભવિષ્યમાં જેટલાં શરીરે ધારણ કરશે તે બધાં જ આત્મદ્રવ્યની વૈભાવિક પર્યા છે. એક દેહને નાશ થાય છે, અને બીજે દેહ ધારણ કરે છે. મૃત્યુ થાય એટલે એક દેહ છૂટી જાય અને બીજે જન્મ લે એટલે ન દેહ ઉત્પન્ન થાય. આ દિશામાં આત્મા તે બન્ને દેહમાં એને એ જ રહે. જેમ સુવર્ણનાં આભૂષણેના બદલાતા ઘાટમાં સુવર્ણ એનું એ જ રહે, તેમ આત્મા બદલાતા શરીરમાં એ ને એ જ રહે. અર્થાત્ આત્મા દ્રવ્ય અને બદલાતા દેહ તે તેની પર્યા. વળી એક જ શરીરમાં અવસ્થાઓ બદલાય. સર્વ પ્રથમ બાળક હોય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય. શરીરની આ અવસ્થાઓમાં આત્મા એ ને એ જ રહે. આત્માની અવસ્થા થઈ નથી. જેણે બાળપણને જાણ્યું ને માણ્યું એ જ યુવાનીને જાણે છે ને ભોગવે છે અને એ જ વૃદ્ધાવસ્થાને જાણે છે ને વેઠે છે. આ ત્રણેય અવસ્થાને અનુભવ એ જ