________________ વદનારે તે ક્ષણિક નહીં 105 જ ન હોય, અને જે એ જાણીને પછી કહેતે હોય તે તે ક્ષણિક ન હોય. કારણ કે જાણવામાં ઓછામાં ઓછી એક ક્ષણ તે લાગે જ. કહેવામાં પણ એક ક્ષણ લાગે. જેણે જાણ્યું છે તે જ કહે છે તે તેવી સ્થિતિ બે ક્ષણની થઈ ગઈ. તે સર્વ વસ્તુ ક્ષણિક છે માટે આત્મા પણ ક્ષણિક છે તે સિદ્ધાંત ઉભે રહી શકતું નથી. આપણે સહુને અનુભવ છે કે આપણે જે કંઈ બેલીએ છીએ એ પહેલાં વિચારીએ છીએ. પછી બોલીએ છીએ. જે ક્ષણે વિચારીએ એ જ ક્ષણે કહી શકતા નથી, વિચારવાની ક્ષણ જુદી અને કહેવાની ક્ષણ જુદી. પહેલી ક્ષણે જેણે વિચાર્યું છે તે જ બીજી ક્ષણે કહી શકે. બંને જુદા હોય તે કઈ કદી વિચારેને વ્યક્ત કરી શકે નહીં. વિચાર પણ નાશ પામી ગયા અને વિચારનાર પણ નાશ પામી ગયે. કેણ કહે? શું કહે? એ જ રીતે આપણા આત્મામાં જાગતા ક્રોધાદિના ભાવ પણ એક ક્ષણે જાગે અને બીજી ક્ષણે તેને વ્યક્ત કરીએ છીએ. અરે ! એટલું જ નહીં કોધ - ક્ષમા, ગમે - અણગમે, હાસ્ય - શેક આદિ ભાવે પણ, કેટલાક દિવસ, મહિનાઓ કે વર્ષો પહેલાના આપણે કઈને કહેતા હોઈએ છીએ. અમુક સમયે, અમુક પદાર્થ મને બહુ ગમ્યું હતું, આજે પણ ગમે છે. આ કયારે કહી શકાય? જ્યારે એ ગમે ત્યારથી આજ સુધી જેને ગમે છે તેનું અસ્તિત્વ હેય તે ! અન્યથા નહીં. આમ દરેક દષ્ટિથી વિચારતાં, સર્વ પદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન કરીને, કહેનાર પિતે ક્ષણિક હોય એમ જણાતું નથી. આપણું જીવનવ્યવહારમાં પણ એ અનુભવ થતો હોય છે. તેથી આત્મા ક્ષણિક નહીં પણ દેહમાં હવા પછી પણ દેહથી જુદો અને સદા નિત્ય છે. આત્માને ક્ષણિક માનવા જતાં કર્મ ફિલે ફી ને સિદ્ધાંત પણ ઉડી જશે. કર્મ કરનાર અને ભેગવનાર બંને એક જ હેય જુદા નહીં. કર્મ જ્યારે બંધાય ત્યારે ને ત્યારે ફળ આપે અને ન પણ આપે. મેટા ભાગનાં કર્મો લાંબા સમય પછી ભેગવવાનાં હોય છે. જેણે બાંધ્યા છે એ લાંબા સમય સુધી અસ્તિત્વમાં હોય તે જ એ ભગવે. નહીં તે કોણ