________________ આત્મા દ્રવ્ય નિત્ય છે 103 થતી પર્યાને ઉત્પાદ અને વ્યય. તેથી જ જેમ આત્મા સત્ છે તેમ તેના ગુણે પણ સદા અસ્તિત્વવાન છે. આટલું વિવેચન કરવા પાછળને હેતુ, આત્મા ક્ષણિક નહીં પણ નિત્ય પદાર્થ છે એ બતાવવાનું છે. ગાથામાં ગુરુદેવ એ જ કહે છે કે આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે પલટાતે હેવાથી અનિત્ય છે. શરીરની બાલ્યાવસ્થારૂપ પર્યાયે બદલાયા પછી પણ આત્મા બદલાતે નથી. એ બધી જ અવસ્થાઓનું જ્ઞાન એક જ આત્માને રહે છે. જે આત્મા ક્ષણિક હોય તે તેને વર્તમાન પર્યાય સિવાય બીજું કશું જ જ્ઞાન હોય નહીં. ભૂત-ભવિષ્યને જાણનારે જ નષ્ટ થઈ ગયે તે કેણ જાણે? માટે આત્મા ક્ષણિક નથી પણ નિત્ય છે. આ વિષયની વધુ સ્પષ્ટતા અવસરે