________________ .કેમાં ભળે તપાસ : વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જીવમાં રહેલા અમરત્વ ગુણને પ્રગટાવે. છે. જન્મ-જરા -મરણ શરીર સાથે સંકળાયેલી ચીજે છે. અસંગી એવા. આત્માને શરીર નથી, જન્મ નથી, જરા નથી, મરણ નથી. આત્માનાં મૌલિક સ્વરૂપમાં આવી પરિસ્થિતિઓને સંભવ નથી. કર્મને વશ થઈ કમેં જેવા ખેલ ખેલાવ્યા એવા તે ખેલતે રહ્યો. પરિણામે આત્માના સ્વભાવમાં જે નથી એમાં જ એને રહેવું પડયું. એ જ કરવું પડયું. આપણું આખાયે ભૂતકાળને તપાસી લઈએ તે જીવે બીજું કાંઈ કર્યું કે ના કર્યું, પણ જન્મ-મરણ તે જ છે. જ્યાં જનમે લીધા, ત્યાં જે ફરજો હતી તે બજાવી કે નહીં, જવાબદારીઓ નિભાવી કે નહીં, કોઈ સારા-માઠાં કાર્યો કર્યા કે નહીં, પણ જન્મ અને મરણ તે કર્યા જ છે. કર્મોને સહારે ઉદય અને અસ્ત પાપે જ છે. - જીવની પશુનિમાં પણ કંઈક ફરજ હોય છે. આંગણે બાંધેલી ગાયનું સારી રીતે પાલન-પોષણ કરે છે એ ગાય પાસેથી દૂધની અપેક્ષા રહે જ રક્ષા કરવી તે તેની ફરજ થાય. નેકરને પગાર આપ તે જવાબદારી પૂર્વક કામ કરવું તે તેની ફરજ થાય. આમ જુદા-જુદાં જન્મમાં જુદીજુદી ફરજે હોય જ છે. પણ બધી જ વાર જીવ આ ફરજો બજાવતે હોય એવું નથી હોતું. કદાચ ચૂકી પણ ગયા હોય. પરંતુ જન્મ લેવાનું અને મરણ પામવાનું તે તે ચૂકયે જ નહીં.