________________ વદનાર તે ક્ષણિક નહીં 107 હું આત્મા છું અને નિત્ય છું હવે મરણને ભય રાખવાની જરૂર જ શી છે ? રાગ-દ્વેષાદિના ભાવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ મારા શત્રુ છે. એ મરતા હોય તે ભલે મરે. મારે રાગને ય ખપ નથી અને દ્વેષને ય ખપ નથી. હું એટલે આત્મા અને જડ પુદ્ગલનું મૌલિક સ્વરૂપ પરમાણુ. આ બંને કદી મરતા નથી. બને અમર જ છે.. મરે છે તે દેહ છે કારણ તે જડ પુદ્ગલેના સમૂહથી બન્યું છે તેથી તેને નષ્ટ થવું જ પડે. દેહ મરે અને તેને બાળવામાં આવે છે જે દેહ ચેતન હોત તે તેને મરવું ન પડત, બળવું ન પડત. પણ સમયે-સમયે મળતા-અને-વિખરતા પરમાણુઓનાં સ્કંધથી બનેલા શરીરની દશા બદલાય છે. તેનામાં અનેક પરિવર્તન આવે અને અંતે તેને રાખ થવું પડે પણ પરમાણુને કદી નાશ થાય નહીં. આમ જેને અનુભવ–મુલક આત્માની નિત્યતાને સચોટ વિશ્વાસ છે તે આત્મા દેહના મરણને ભય ન સેવે. પણ મરવું છે તે નિશ્ચિત છે તે. તેની તૈયારી કરી લે, ખરેખર તે માનવ જન્મે ત્યારથી તેને મરણની તૈયારી કરવાની છે. જરુર આ વાત છેડી અટપટી લાગશે. પણ જન્મ પછી કયારે મરણ આવશે તેની ખબર નથી. તેથી પ્રત્યેક પળે સાવધાન રહેવું આવશ્યક છે. જ્યારે મૃત્યુ આવે ત્યારે હસતા-હસતે જઈ શકે. કેઈ મેહ કે મમત્વ તેને સતાવતું ન હોય. મરણ વખતે ભલામણ કરવાની બાકી ન હોય. પણ મરણ આવી કહ્યું છે એ સંકેત મળતાં, બધું જ છેડી પિતામાં સ્થિર થઈ જાય. આત્મ-પ્રભુ સિવાય બીજું કંઈ યાદ ન આવે.. આવી તૈયારી કરવા માટે જીવની નિમિત્તાધીન વૃત્તિ છે તેને બદલવી પડશે. નાનાં-મોટાં કઈપણ નિમિત્તે જીવને વ્યાકૂળ ન કરી મૂકે એ માટે પિતે પિતાને કેળવણું આપવી પડશે. જેમ-જેમ જીવ કેળવાતે જાય તેમ-તેમ પિતામાં સ્થિર થતું જાય. મેહ-મમત્વનાં નિમિત્તોને આધિન થવાનું છોડી દે, રાગ-દ્વેષનાં નિમિત્તોમાં ભળવાનું છેડી દે. બસ આ બે કામ માટે રજની પ્રેકિટસ, રેજને અભ્યાસ થશે તે મરણ આવશે