________________ આભા દ્રવ્યે નિત્ય છે..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માના નિત્ય સ્વરૂપની અનુભૂતિ કરાવી તે જ નિત્ય સ્વભાવમાં સ્થિર કરે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માની નિત્યતાને સિદ્ધ કરતી અનેક દલીલે આપી, ગુરુદેવે શિષ્યની શંકાઓનું સમાધાન કર્યું. હજુ શિષ્યના મનમાં સંદેહ છે. જે સર્વ વસ્તુ ક્ષણિક હેય તે આત્મા પણ ક્ષણિક છે. જોઈએ. કારણ આત્મા વસ્તુ છે. આત્માને વસ્તુ કહે, દ્રવ્ય, પદાર્થ કે તત્વ કહે બધા પર્યાયવાચક શબ્દ છે. તેથી જ અહીં આત્માને વસ્તુ માની ક્ષણિક કહ્યો છે. આ શંકાનું જૈનદર્શનની દાર્શનિક વિચારધારાને લક્ષ્યમાં રાખી, ગુરુદેવ સમાધાન આપે છે– આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય છે આત્મા દ્રવ્ય છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે. વળી દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. આત્મામાં પર્યાયનું ઉત્પન્ન થવું તે ઉત્પાદ, તે પર્યાયને નાશ થવે તે વ્યય, અને એ બને અવસ્થાઓ વખતે આત્માનું પિતાના સ્વરૂપરૂપે તેમાં રહેવું તે ધ્રૌવ્ય. ધ્રુવતા એટલે કે સ્થિરતા. દ્રવ્યનું પિતામાં, પિતારૂપે રહેવાપણું તે સ્થિરતા. આત્મામાં ગમે તેટલી પર્યાયે ઉત્પન્ન થાય અને નાશ પામે પણ આત્મા બોલાતું નથી. એ જે છે તે જ રહે છે. અનંતકાળથી જે દ્રવત રહ્યો છે, ભવિષ્યમાં