________________ આત્મ-ચિંતન હું..આત્મા છું હું...આત્મા છું.” શુદ્ધતા.... એ મારે સ્વભાવ હું ચૈતન્ય..., ચેતના” એ મારું સ્વરૂપ એ ચૈતન્યમાં... અશુદ્ધતા હોય નહીં. મારૂં... વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ છે. વર્તમાનમાં દેખાતું, અનુભવાતું...રાગ - શ્રેષના મેલથી મલિન થયેલું... અશુદ્ધ સ્વરૂપ. એ મારું નથી.... રાગ - શ્રેષ... એ મારી નથી....... રાગ - શ્રેષના કારણે થતા ભાવે... એ પણ મારા નથી . રાગદ્વેષના કારણે થતી પ્રવૃત્તિ...એ પણ મારી નથી... એ સર્વથી ભિન્ન, સર્વથી અલગ, સ્ફટિક જેવી નિર્મળ દશ.... તે મારી દશા... કર્મના કારણે થયેલી અશુદ્ધ દશા. તે મારે માટે ત્યાજ્ય છે. મારે...મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે...મારે..મારી શુદ્ધતાને....અનુભવ કરે છે...એ અનુભવ કરવા માટે...મારા....અસલી સ્વરૂપને ઓળખી.... તેમાં સ્થિર થવાનો પ્રયાસ કરૂં... આ આત્મા... સર્વકાળે.. સર્વત્ર.. સ્વતંત્ર છે. રાગ-દ્વેષનાં બંધને... તેને જકડી શકે નહીં...રાગ-દ્વેષના મેલથી એ મલિન.. બની શકે નહીં.. પુદગલના સંગે.. એ પુદ્ગલ થાય નહીં... વિભાવના પરિણમને...એ વિકૃત બને નહીં વિકૃતિથી રહિત. નિત્ય સ્વભાવ દશામાં રહેવા ટેવાયેલ આત્મા સર્વથા શુદ્ધ છે. મારે... મારા શુદ્ધ સ્વરૂપને. અનુભવ કરે છે... શુદ્ધ સ્વરૂપને.. માણવું છે... આજ સુધીના અનુભવે વિકૃતિમાંથી નીકળેલા છે. અશુદ્ધિમાંથી આવેલા છે. આત્માની સ્વાભાવિક દશાને અનુભવ... જીવે કર્યો નથી. ભાગ-૨-૭