________________ પૂર્વ જન્મ સંસ્કાર તે 95 ગુસ્સો કરતાં, જીદ્દ કરતાં, રસાસ્વાદ લેતાં, આહાર લે છે એવું ભાન કેણે શિખવ્યું? માએ કહ્યું હતું કે બેટા ! ભૂખ લાગે એટલે રડવા માંડજે, તે જ ખાવા મળશે ! ના, એ તે આપણે માને સમજતાં શિખવ્યું કે હું રડું ત્યારે તારે સમજી લેવું કે કાં તે મને ભૂખ લાગી છે અને કાં તે મારા શરીરમાં પીડા છે ! આવા સંસ્કારે સાથે લઈને આપણે આવ્યા. ' અરે ! કૂતરાનાં નાના-નાના ગલુડિયાં જોયાં છે. ? એ પણ અજાધ્યાને જોઈને ભસવા માંડે. કોણે શિખવ્યું ? સર્પને ફૂફાડો મારતાં તેણે શિખવ્યું ? આમ પ્રાણી માત્રમાં જે-જે વિશિષ્ટતાઓ દેખાય છે તે પિતામાં રહેલા સંસ્કારોને જ કારણે ! જમીનમાં ધરબાયેલું બીજ, જેવું જમીનમાં દટાય કે બીજી જ ક્ષણથી જમીનને રસ ખેંચવા માંડે, નિરન્તર આ પ્રક્રિયા ચાલુ જ હેય. પરિણામ આપણે સહુ જાણીએ છીએ કે વડનું એક બીજ વિશાળ વટવૃક્ષ ઊભું કરી દે છે. અરે ! એક જ નહીં અનેક વડનું સર્જન કરે છે કે મૂળ વૃક્ષ કહ્યું હશે તે શોધવું ભારે પડે! આ શાનાથી થયું ? બીજમાં રહેલી પ્રચંડ આહાર સંજ્ઞાઓ વિકસિત થઈ આ સજર્યું. આમ આખાયે સંસારની જીવંત સૃષ્ટિમાં એ જ જોવા મળે છે કે જે કંઈ સાથે લઈને જીવ આવ્યો છે તથા તેના કારણે અહીં તેનામાં જે કઈ તારતમ્યતા દેખાય છે તે પૂર્વભવેના સંસ્કાર જ છે. આ ગાથા દ્વારા ગુરુદેવ શિષ્યને એ જ સમજાવવા માગે છે કે હે વત્સ ! સહુ જીવમાં દેખાતી વિભિન્નતા તેના ગત જન્મના સંસ્કાર છે. તેનાથી એ ફલિત થાય છે કે આ તેને પહેલે જન્મ નથી. પૂર્વે પણ વિવિધ યુનિઓમાં જન્મ ધારણ કરીને આવ્યું છે. હવે પૂર્વે જન્મ ધારણ કર્યો અને તેના સંસ્કાર અહીં લઈને આવ્યું, તેને અર્થ જ એ છે કે જે આત્મા આ શરીરમાં છે, તે જ આત્મા ગત જન્મોના શરીરમાં પણ હતું. જે બને જન્મને આત્મા એક ન હોય તે સંસ્કાર કેની સાથે આવ્યા ? કારણ એક આત્માએ કરેલાં કર્મો અન્ય આત્મા ભગવતે નથી. જે કરે તેની સાથે જ જાય અને તે જ ભોગવે.