________________ પૂર્વજન્મ સંસ્કાર તે આવી મનની વિવિધ ભિન્નતાઓ જોવા મળે. એ જ રીતે કેળનો સ્વભાવ અતિ ઉગ્ર, કેબને છેડો ઉગ્ર, કેઈને મૃદુ. કે લેબી, કેઈ માયાવી, કેઈ પાખંડી તે કઈ શુદ્ધ અને મંદ કષાયી. કેઈને સંસ્કારે હલકા તે કેઈન સભ્ય. આ બધું એક એક માણસનું, પ્રાણીનું, પક્ષીનું કે જીવ-- જતુનું નિરીક્ષણ કરતાં જોવા મળે છે. ત્યારે સહેજે એ પ્રશ્ન ઉદ્ભવે કે આમ કેમ? મનુષ્ય તરીકે, સર્વ મનુષ્ય હેવા છતાં પણ, તેમજ પ્રાણી તરીકે બધાં જ પ્રાણી હેવા, પછી પણ આ ભિન્નતા શા માટે? સર્પ ઝેરી, વાઘ કર, ચિત્તો હિંસક, કબૂતર ભયભીત, ગાય ગભરૂ, આવું કેમ? તથા એક જ મા - બાપનાં ચાર સંતાનમાં પણ વિશેષ પ્રકારની તારતમ્યતા કેમ? વિજ્ઞાન અને જવાબ શોધે. અને બાળકના માતા-પિતાના સ્વભાવ પ્રકૃતિ, રૂપ-રંગ વગેરે બાળકમાં હોય. પણ એ તે મા–બાપ સાથે સામ્યતા હોય ત્યાં સુધી જ. પણ મા-બાપમાં ન હોય તે બાળકમાં હોય તેનું કારણ શું ? ત્યારે વિજ્ઞાન જવાબ આપી શકે નહીં. ડોકટરે પણ એમ કહે કે કુદરતી છે આ બધું ! પણ કુદરત શું ? અને એણે આમ કેમ કર્યું ? બે સગા ભાઈઓમાં આટલી વિભિન્નતાનું સર્જન કરવા પાછળ કુદરતને શો હેતુ હતો ? તે વિજ્ઞાન ચૂપ ! પણ જૈનદર્શનની કમ-ફિલોસોફી અને જવાબ આપે છે. કઈ પણ બે જીવનાં કર્મો સરખાં નથી હોતાં. જ્યાં-જ્યાં જીવને જેવું વાતાવરણ જેવા સંગ મળ્યા એ–એ પ્રકારે એ વર્યો છે. અને એવા કર્મો જ બાંધ્યાં છે. એક સરખા વાતાવરણમાં પણ જીવ પિતાની યોગ્યતા પ્રમાણે કર્મબંધન કરતે રહે છે. એક જ માના પેટે જન્મેલ બે બાળકના સ્વભાવ-પ્રકૃતિ જુદાં છે. તે બન્નેએ. પૂર્વ ભવે મા-બાપ સાથે તથા એક-બીજા સાથે કઈ વિશિષ્ટ જણાનુબંધના સંબંધો બાંધ્યા છે. પણ કર્મ તે જુદાં-જુદાં જ કર્યા. અને એ કર્મો સંસ્કાર બનીને . જીવ સાથે જોડાઈ જાય છે. તેથી જીવ તેને પિતાની સાથે લઈને જાય