________________ 94 હું આત્મા છું છે. ત્યાં એ સંસ્કાર જાગૃત થતાં તેવા-તેવા પ્રકારના તેને સ્વભાવપ્રકૃતિ દેખાય છે. - આ જમે જે સંસ્કાર આપણુમાં દેખાય છે તે મોટા ભાગના પૂર્વ ભથી સાથે લઈને જ આવ્યા છીએ. થોડા સંસ્કાર અહીંના વાતાવરણમાં મળે છે. પણ એવું વાતાવરણ મળવામાં પણ ગત-જન્મનાં કર્મો જ કારણભૂત છે. જેવા કર્મો કર્યા છે તેવું વાતાવરણ અહીં મળે અને તેથી એવા જ સંસ્કાર અહીં પણ પડે. વળી બીજી વાત. એક તંદુરસ્ત માતા, રેગી બાળકને જન્મ આપે. વિજ્ઞાન તેનું કારણ શોધે. માતામાં ન મળે ત્યારે ઈશ્વર પર છેડે. પણ આપણે વિચારીએ એ વાતને કે આમ કેમ થયું ? ક્યારેક તે બાળક જન્મથી ભયંકર બિમારી લઇને આવે. ત્રણ દિવસના બાળક પર ઓપરેશન કરવું પડે. ત્યારે બંધુઓ ! આપણને એમ થાય. અરેરે ! બિચારું બાળક ! હજી તે જગ્યું જ છે. એણે એવાં શું પાપ કર્યા? કે આ ભેગવવું પડે છે ! અને ખરેખર ! એ બાળકે અહીં આવીને કંઈ જ કર્યું નથી. એનાં મન, વચન અને કાયા ત્રણે ય એવાં અવિકસિત છે કે તે કંઈ પાપ કરી શકે નહીં. તે પછી થયું શું ? આને ઉકેલ બુદ્ધિ ન આપી શકે ! આમાં બે વાત છે. કાં તો એ જીવ પૂર્વજન્મમાં જ્યાં હતા ત્યાં આવા પ્રકારની બિમારી ભેગવતે હતો. કર્મ પૂરાં થયાં નહીં અને આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાં તેનું મૃત્યુ થઈ ગયું અને બિમારી સાથે લઈને આવ્યો તેથી જન્મવાની સાથે જ રેગીષ્ઠ દેખાય. અથવા તેનાં કર્મો સાથે લઈને આવ્યું છે. તે કમે જન્મતાંની સાથે જ ઉદયમાં આવ્યાં, જે ભેગવ્યા વિના છૂટકે નથી. જીવ જે કંઈ કરે છે તે સંસ્કાર આત્મા પર અંકિત થઈ જ જાય છે. - અક્તિ થયેલા સંસ્કાર આ ભવમાં જાગી ઉઠે છે. આપણે વિચારીએ ! જમ્યા પછી આપણને કેટલું શીખવવું પડયું અને કેટલું શીખવ્યા વિના જ કરવા માંડ્યા ? મોટે ભાગે શરીરની ક્રિયા-બેસતાં ઊભા રહેતાં-ચાલતાં-બોલતાં આ બધું તે શીખવ્યું ત્યારે શીખ્યા. પણ