________________ હું આત્મા છું ત્યાંસુધી પહોંચેલાને બારમે ન પહોંચવા માટે ખેદ હેય. આ ખેદદશા તે તે આધ્યાત્મિક દુઃખનું સંવેદન છે. પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ આ ખેદ અનુભવ્યો છે. તેમનાથી નાના, પ્રભુના નવ ગણધરે તથા પોતાનાથી જ બોધ પામેલા, પિતાના અનેક શિષ્ય કેવળ પામી મેક્ષ પધારી ગયા. અને પિતે હજુ છદ્મસ્થ દશામાં છે. એ દુઃખ એમણે કંઈ કેટલીયે વાર પ્રગટ કર્યું છે. પ્રિભુને પૂછ્યું છે. પ્રભુ, મને કેવળ કેમ નહીં” આ છે સર્વોચ્ચ કક્ષાનું આધ્યાત્મિક દુઃખનું સંવેદન. આત્માની વેદકશકિત, શરીર, મન અને આત્મા ત્રણેય ભૂમિકા પર કામ કરે છે. - જીવ પદાર્થ રૂપે નિત્ય છે, તેની સ્વરૂપદશા રૂપે નિત્ય છે, જ્ઞાન ગુણ રૂપે નિત્ય છે. પોતે નિત્ય છે, સાથે તેને ગુણે પણ નિત્ય છે. ગુરુદેવે, જીવની નિત્યતાની સિદ્ધિ કરી બતાવી છે. હવે જીવ વારંવાર જન્મ - મરણ કરે છે, અને ત્યાં વિવિધતાઓ દેખાય છે તે પણ નિત્યતાની જ સાબિતી છે, એ બતાવતાં ગુરુદેવ કહે છે - ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય 67... વિશ્વ ફલક પર વિહરતા નાના મોટા જેમાં અનેક પ્રકારની વિવિધતાઓ નજરે પડે છે. આ જીવની ગતિ જુદી - જુદી, કેઈ તિર્યંચ તે કઈ મનુષ્ય, દેવ અને નારકી તે અહીં દેખાતા નથી. જાતિ જુદી, કોઈ એકેન્દ્રિય, કઈ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય તે કઈ પંચેન્દ્રિય, સ્થિતિ પણ જુદી. કેઈનું આયુષ્ય લાંબું તે કેઈનું ટૂંકું. સહુનાં રૂપ - રંગ, આકારપ્રકાર જુદા જુદા. આ બધી બાહ્ય-ભિન્નતા, શરીરની દષ્ટિએ ભિન્નતા દેખાય છે. . એ જ રીતે મનને - સ્વભાવને - સંસ્કારને વિચાર કરીએ તે એ પણ વિવિધ. કેઈનું મન વિશાળ તે કેઈનું સંકુચિત. કેઈનું મને સાત્વિક, કેઈનું રાજસી તે કેઈનું તામસી. કેઈનું ચિત્ત સરળ તે કેઈનું પ્રપંચી