________________ પૂર્વ જન્મ સંસ્કાર છે! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માની નિયતાના કારણે થતી સિદ્ધિનું સહાયક સાધન છે. આત્મા નિત્ય માટે જ મોક્ષનું મૂલ્ય છે, આરાધનાનું મૂલ્ય છે. આગમાં આરાધનાની આટલી મહત્તા બતાવી, આરાધક ની મહાનતા બતાવી અને આરાધનાના અંતે થતી સિદ્ધિને સર્વોચ્ચ ધ્યેય રૂપે બતાવી. આ બધાની પાછળ આત્માની નિત્યતાને ધ્વનિ સમાયેલું છે. આત્મા નિત્ય છે એટલે જ શાશ્વત અને અનંતકાળનાં સુખ પ્રાપ્તિને ધર્મ પુરુષાર્થ છે અન્યથા ધર્મક્ષેત્ર અને આરાધનાને માર્ગ શા માટે અસ્તિત્વમાં આવે ? કરવા પાછળને ધ્યેય એ છે કે જૈન પરંપરા, આત્માની અંતિમ અવસ્થા રૂપ પરમાત્મ દશાને માને છે. તે દશાની પ્રાપ્તિ સર્વ જીવો કરી શકે છે. વળી આ માન્યતા માત્ર મૌખિક, બૌદ્ધિક કે કાલ્પનિક નથી પણ અનંત જી પરમાત્મ દશાને પ્રાપ્ત કરી ગયા, તેઓ આજે પણ નિત્ય એવી સ્વભાવ દશાને અનુભવ કરી રહ્યા છે. જીવની બે દશા-વિભાવ દશા અને સ્વભાવ દશા. જીવને વૈભાવિક પરિણમને થયા કરે તે સ્થૂલ પર્યાય હેય તે પણ લાંબા કાળ સુધી ટકે નહીં. તેને નાશ થઈ જ જાય. જ્યારે આત્માના સ્વાભાવિક પર્યાયે પરિમતે આત્મા, વિકાસક્રમમાં આગળ વધે ત્યારે જ્યાં સુધી પરિપૂર્ણ વિકાસ,