________________ 88 હું આત્મા છું સ્વીકારે છે કે વિશ્વમાં શક્તિને કદી નાશ થતો નથી. ચેતન અને જડ અને શક્તિરૂપે છે. નિસર્ગમાં તેનું અસ્તિત્વ સ્વતઃ છે, સહજ છે. તે અને શક્તિએનું પરિણમન થયા કરે પણ તેને સર્વથા નાશ ન થાય. જડની પર્યાનું પરિવર્તન થવામાં આપણે નિમિત્ત બની શકીએ પણ મૂળ જડ દ્રવ્યને બનાવી ન શકાય. જેમકે કેટનવસ્ત્ર એ પ્રથમ વન સ્પતિરૂપ હતું. કપાસના કાલામાંથી રૂ બન્યું, તેમાંથી સૂતર અને તેમાંથી વસ્ત્ર, આપણાં વસ્ત્રને કોઈ કહે કે આ તે વનસ્પતિને છેડ છે તે આપણને સાંભળવામાં અટપટું લાગશે. પણ ખરેખર પહેલાં એની વનસ્પતિ રૂપ પર્યાય હતી. હવે વસ્ત્ર રૂપ પર્યાય બની તે આપણે તેની પર્યાય તે બદલી શકીએ પણ પરમાણુઓને ઉત્પન્ન કરી શકીએ નહીં. . માટે જ જડથી ચેતન અને ચેતનથી જડ બની શકે નહીં. બન્ને દ્રવ્યાનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે કાયમ રહેવા સર્જાયેલું છે. હવે ફરી અસંગી જીવની નિત્યતાને વધુ તર્ક સહિત સિદ્ધ કરતાં ગુરુદેવ ફરમાવે છે - કેઈ સંગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય.૬૬. દેહ, સંગી પદાર્થોથી ઉત્પન્ન થાય છે. પરમાણુઓના અનંત પ્રદેશી સ્કને ગ્રહણ કરી, જીવ દેહની રચના કરે છે. અને પછી પણ આ દેહને ટકાવી રાખવા માટે આહાર દ્વારા અને રેમ દ્વારા પરમાણુઓને ગ્રહણ કર્યા કરે છે. આમ દેહાદિ પદાર્થો સંગોથી ઉત્પન્ન થયેલા છે. પણ ચેતન્ય એવો આત્મા કેઈ સંગોથી ઉત્પન્ન થવા ગ્ય નથી, એ આગળની ગાથાઓમાં બતાવી દીધું. નિયમ એ છે કે જેની ઉત્પત્તિ, તેને નાશ. ઉત્પન ન થાય તે નાશ પણ ન પામે. આપણી નજરે દેખાતા પદાર્થોની ઉત્પત્તિ આપણે જેઈ છે અને નાશ પણ જે છે. ગમે તેવા મજબૂત પદાર્થો હોય તેને બનતા જોયા અને કેટલાક કાળ પછી તે નાશ પણ પામે છે. મજબૂત