________________ હું આત્મા છું વૃક્ષ રૂપે વિકસિત થાય છે. બીજમાં ચૈતન્ય છે તેથી તે આસપાસના સગે શરીરની રચના કરી લે છે. પણ જડ પદાર્થો ગમે તેટલા મળ્યા પછી પણ તેમાંથી જીવની ઉત્પત્તિ થઈ શકે નહીં. વિજ્ઞાનની પ્રયોગશાળામાં અનેક રસાયણે ભેગાં કરી એકમાંથી અન્ય પદાર્થ બની શકે અર્થાત્ પદાર્થનું રૂપાંતર થાય. પણ કદી ક્યાંય સાંભળ્યું નથી કે વિજ્ઞાને અમુક પદાર્થો ભેગા કરી, તેમાંથી જીવની ઉત્પત્તિ કરી હેય. અરે ! ટયુબ બેબીને વિષે વિચારે તે પણ માના ઉદરમાં જીવને આવીને ઉત્પન્ન થવા માટે જે સ્થિતિ આવશ્યક છે તે જ સ્થિતિનું નિર્માણ એ જ વીર્ય અને રુધિર વડે બહાર કરવામાં આવે ત્યારે જ તેમાં જીવ આવીને સ્થાન ગ્રહણ કરે છે. જીવ કોઈને બનાવ્યું બનાવાતું નથી. નાનું બીજ ઊગીને વટવૃક્ષ થઈ શકે. પણ વિજ્ઞાને શોધેલા સાધનને જમીનમાં હજારો વર્ષ સુધી દાટી રાખે તે ધૂળ થઈ જશે પણ એક તસુભારને અંકુર તેનામાં નહીં કૂટે ! આમ સગેથી જીવની ઉત્પત્તિ થઈ શકે નહીં. હા, આત્માને આવીને ઉત્પન્ન થવા એગ્ય નિ તૈયાર થઈ શકે. જેમાં આત્મા જન્મ ધારણ કરે. જેમકે માનવના શરીરમાંથી નીકળતા મળી મૂત્ર આદિ શરીરથી નીકળે પછી 48 મિનિટમાં તેમાં જીવ ઉત્પન્ન થાય. અર્થાત્ 14 પ્રકારના સંમૂર્ણિમ જીવને જન્મ લેવા લાયક પરિસ્થિતિ છે તેથી તે સંગ મળતાં એ છે તેમાં જન્મ અને તેમાં જ મરે. પણ આવા સંગથી કેઈ ન જ આત્મા તેમાં ઉત્પન્ન થાય એવું ન બને. વળી આ બધા સંગેને જીવ જાણી શકે છે. તેના નાશને પણ જાણી શકે છે. પણ પિતે કેઈપણ પ્રકારના સંયોગથી ઉત્પન્ન થતું નથી. એ જ એના નિત્યત્વની સાબિતિ છે. વળી આ વિષયમાં કહે છે– જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એ અનુભવ કેઇને, ક્યારે કદી ન થાય 65 . આજ સુધીના અનુભવમાં કેઈએ કયારેય એ જોયું નથી કે કેટલાક જડ પદાર્થો મેળવવામાં આવે અથવા કઈ એક જડ પદાર્થમાંથી ચેતનની