________________ તેથી નિત્ય સદાય કરીને કહે છે એવું નથી બનતું. અહીં તે ક્ષણ-ક્ષણ કયામતની જ છે, ક્ષણે-ક્ષણે કર્મ બંધાય અને ક્ષણે-ક્ષણે તેનું ફળ નકકી થઈ જાય. તે કર્મ અનુસાર સ્વર્ગ અને નરક પણ નક્કી થઈ જાય છે. કદાચ તમે નરક કે સ્વર્ગને કોઈ સ્થાન ન માનતા હો, પણ એ તે જાણે છે ને કે અહીં કોઈ માણસ મોટો ગુન્હો કરે તે તેના ગુન્હાની શિક્ષા માટે કેટલી બધી વ્યવસ્થા તમે જ ઊભી કરી છે ! પોલીસ, જેલ, કોટ, વકીલ, જજ, ચુકાદો અને સજા ! કહો, તમારી ઊભી કરેલી આ વ્યવસ્થાને અનુસરવું પડે છે કે નહીં ? અને સજા ભોગવવા જેલમાં ગુનેગારને લઈ જવાય કે તેને ઘરમાં રાખીને જ સજા આપે ? એમ નથી થતું ! સમાજની નજરે ગુનેગાર ઠરેલ વ્યક્તિને કાળ-કોટડીમાં પૂરાવું પડે અને ફાંસી સુધીની સજા મળે છે તે પણ ભેગવવી જ પડે, તેમાં ચાલે નહીં. બંધુઓ ! આત્માએ કરેલાં કર્મોનું પણ એમ જ છે. તેને ભેગવવા નરક, નિગદ અને તિર્યંચ જેવી ગતિરૂપ સ્થાને છે. અને ત્યાં જીવને જવું પડે છે. એ જ રીતે પુણ્યકર્મ કરવાવાળાને પણ સ્વર્ગ કે મનુષ્ય જેવી ગતિ મળે જ્યાં સુખ ભોગવે છે. આ બધું ત્યારે જ ઘટી શકે, જે આત્મા નિત્ય હેય. શ્રીમદ્જી વારંવાર આ ભાવનું રીપીટેશન ગાથાઓમાં કરે છે તેની પાછળનું કારણ એ જ છે કે માણસે આત્માની નિત્યતા સ્વીકારતા નથી. તેઓની સમક્ષ આત્માનું નિત્યત્વ સિદ્ધ કરી, પોતે જ નિત્ય એ આત્મા છે એ શ્રદ્ધાને જાગૃત કરવી છે. આત્માની નિત્યતા ફરી સિદ્ધ કરવા માટે શ્રીમદ્જી કહે છે - જે સંગે દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ૬૪. જગતમાં જેટલા દેહાદિ સગે છે તે દશ્ય છે. અર્થાત જોઈ શકાય તેવા છે અને તે અનુભવ સ્વરૂપ આત્માના ય પદાર્થો છે. પણ આત્મા કેઈ સગથી ઉત્પન્ન થવા ગ્ય નથી. આત્મા છે ત્યાં વિકાસ છે. એક નાનું એવું બીજ જમીનમાંથી તત્ત્વને ગ્રહણ કરી, અંકુરિત થઈ