________________ વતન ન થારનાં સર્વ કરતાં પણ તેથી નિત્ય સદાય ઉત્પત્તિ થઈ હોય અને એ જ રીતે ચેતનમાંથી જડની ઉત્પત્તિ થઈ હોય. પહેલાં કહ્યું તેમ આત્મા આવીને જન્મ ધારણ કરી શકે એવી સામગ્રી મળી શકે. મનુષ્યરૂપે જન્મવું હોય તે માતાનું ઉદર અને વીર્ય-રુધિર રૂપ સામગ્રી જોઈએ તેમાં જીવ જન્મ લે. પણ જડ પદાર્થથી ચેતનનું નવું ઉત્પાદન ન બની શકે. આજે વિજ્ઞાને બરોબોટ બનાવ્યું. જેમાં માનવ શરીરનાં સર્વ અંગ-ઉપાંગે મૂકયાં. તેને હાલ ચાલતે કર્યો. તેની પાસેથી માનવશરીર કરતાં પણ વધુ કામ લીધું, પણ એક ખામી રહી ગઈ કે તેમાં જીવત્વ ન મૂકી શકાયું ! જડ પરમાણુ રૂપે નિત્ય હેવા પછી પણ વિજ્ઞાન તેનાં રૂપાંતરો કરી શકે પણ જીવને ઉત્પન્ન તે નથી કરી શકતું પણ તેમાં રૂપાંતર પણ કરવા વિજ્ઞાન સમર્થ નથી. બંધુઓ ! વિચાર કરો. તમારા ઘરમાં નાના-મોટા અસંખ્ય જડ પદાર્થો છે, કયારેય તમે જોયું કે એ જડ પદાર્થમાં જીવ આવ્યું અને તે તમારી જેમ હાલવા-ચાલવા-બોલવા માંડયો. હા, અમુક પદાર્થમાં જીવ-જંતુ થઈ જાય, પણ એ તે પહેલાં બતાવ્યું તેમ તેને જન્મવા યોગ્ય નિ મળી. પણ વર્ષોથી ઘરમાં રહેલ તમારૂં કબાટ પિોતે કઈ માનવરૂપ કે જીવરૂપ બન્યું હોય તેવું કયાંય સાંભળ્યું નથી. એવી જ રીતે ચેતન પિતે ચેતન મટીને જડ થઈ જાય એવું પણ જોયું નથી. હા, એમ લાગે કે માનવ કે કઈ પશુ, પંખી, જંતુ મરી જાય અને તેનું શરીર પડ્યું રહે તે આપણે એમ માનીએ કે થોડી વાર પહેલાં આ હાલતું-ચાલતું હતું ને હવે જડ થઈ ગયું. પણ એમ નહીં. એ જડ થઈ નથી ગયું. જડ રહી ગયું. ચેતર એમાં હતું એ ચાલ્યું ગયું, એટલે જડ શરીર પડી રહ્યું. ચેતન અને જડ જુદાં થઈ ગયાં. જડ પદાર્થ સ્થલ દષ્ટિથી પરમાણુઓના પ્રચયથી બનાવી શકાય. પણ જડનું મૂળભૂત રૂ૫ તે સૂફમમાં સૂક્ષ્મ પરમાણુ છે. વિજ્ઞાને ઘણી શોધ કરી, જડની શક્તિઓને માપી તેને ઉપયોગ કર્યો પણ એકેય પરમાણુને વિજ્ઞાન બનાવી શક્યું નથી. બનાવી શકે જ નહીં. વિજ્ઞાન પણ