________________ પૂર્વ જન્મ સંસ્કાર દશા સુધી નથી પહોંચ્યા, ત્યાં સુધી હીંયમાન અને વર્ધમાન અને પરિ. ણામે થયા કરે. તે છેક અગ્યારમાં ગુણસ્થાન સુધી, પણ જે આગળ વધી ગયે અને સંપૂર્ણ સ્વાભાવિક દશારૂપ વીતરાગતાને પામી ગયે, તે પછી અસ્થિરતા નહીં, હયમાન પરિણામ નહીં. બસ, પછી તે સદા તેમાં જ સ્થિર, આમ સ્વાભાવિક દશા પણ નિત્ય છે. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે આત્માનું સ્વરૂપ જ્ઞાનમય છે. એ જ્ઞાનગુણ પણ નિત્ય છે. જ્ઞાનગુણના પરિણામ સ્વરૂપ જાણવાની શક્તિ તથા વેદતાની શક્તિ સર્વ જીવ ધરાવે છે. એકેન્દ્રિયથી લઈ પંચન્દ્રિય સુધી સર્વ જીવને જ્ઞાનગુણ કાર્યરત જ હોય છે. આપણે કીડી-માખી-મચ્છર વગેરે જેને પીડાથી તરફડતા જોયા છે. તે પરથી સમજી શકાય છે કે તેઓને દુઃખનું સંવેદન થઈ રહ્યું છે. આ સંવેદન જડ પદાર્થોને નથી થતું, કારણ તેનામાં જ્ઞાનગુણ નથી. જ્ઞાનગુણના કારણે થતું સંવેદન શારીરિક, માનસિક, અને આધ્યામિક ત્રણે ય સ્તરે થાય છે. આપણે સહુને અનુભવ છે કે આપણે શારીરિક અને માનસિક અને સુખ-દુઃખના અનુભવ કર્યા છે. પણ આધ્યાત્મિક વેદન શું છે તેની ખબર નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે જીવ શરીર અને મનના સુખ-દુઃખના સંવેદનેને જ જાણી શકતા હોય, પણ એક વાર ભેદ-વિજ્ઞાન થયા પછી આત્મસ્વરૂપના આનંદને માણે, નિજાનંદની મસ્તીને અનુભવે. એ આધ્યાત્મિક સુખનું વેદન છે. એ જ રીતે આધ્યાત્મિક દુઃખનું પણ વેદન હોય ! એ કઈ રીતે ? આત્માને સ્વભાવ તો માત્ર સુખ ને સુખ જ છે તે તેમાં દુઃખનું વેદન કેમ ? જુઓ ! એક જીવ સમકિત દશાને પામી, આત્માને આનંદ લૂંટતો હેય. સાધના દ્વારા આત્મિક વિકાસકામમાં પ્રગતિના પંથે પણ હોય, પણ એવા જીવને ય વધુ વિકાસ કરવાની તાલાવેલી છે. તેમાં પુરુષાર્થ પછી પણ વિકાસ ના સાધી શકે તે તેને ખેદ વર્તતે હેય. ચેથા ગુણસ્થાન