________________ તેથી નિત્ય સદાય! વતરાગ પરમાત્મા, અનતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. - આ ત્રિરત્નની આરાધના ચૈતન્ય એવા આત્માને જડથી જુદો જણાવી નિજાનંદની અનુભૂતિ કરાવે છે. જ્ઞાન એ ચૈતન્યને અસાધારણ ગુણ છે. અને તેથી જ ચૈતન્ય, ચૈતન્ય છે. આત્માની અનુભૂતિ પિતાના જ્ઞાન વડે જ આત્માએ કરવાની છે. આ જ્ઞાન એટલે કોઈ ગ્રન્થનું જ્ઞાન નહીં, શબ્દાત્મક જ્ઞાન નહીં, વાંચેલું કે સાંભળેલું જ્ઞાન નહીં, પણ આત્મામાં રહેલ વેદક શકિત દ્વારા જ ચૈતન્યને અનુભવવાને છે. સમ્યગ્રદર્શન પામેલે જીવ નિજ આત્માને અનુભવતા હોય, પણ એ અનુભૂતિ ખંડ ખંડ હોય, ક્યારેક થાય, ક્યારેક ન થાય. આત્મવિકાસની વધતી દશામાં, કેવળજ્ઞાન સુધી પહોંચે ત્યારે આજ સુધી થયેલ ખંડ-ખંડ અનુભવ અખંડ રૂપે થાય છે. અને પછી તેમાં નિરંતર જીવ ટકી રહે છે. આ અખંડ અનુભૂતિ તે જ સંભવે, જે આત્મા નિત્ય હોય. આત્મા ક્ષણિક હોય. નાશવંત હોય તે તેની અખંડ અનુભૂતિ થઈ શકે જ નહીં. અરિહંત પરમાત્માએ આવી અખંડ અનુભૂતિને માણી અને પછી શાસ્ત્ર પ્રરૂપ્યાં. તેઓ કહે છે કે અમે તથા જેટલા જ સિદ્ધિને પામી ગયા તે સહુએ આત્માને અખંડ અનુભવ કર્યો છે. અને અત્યારે પણ કરી રહ્યા છીએ. એ જ આત્માની નિત્યતાનું પ્રમાણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, શિષ્ય આત્માની નિત્યતા વિષે સંદેહ ઊભો કર્યો છે. અને ઉપકારી ગુરુદેવ શિષ્યને સમજાવી રહ્યા છે. અનેક પ્રમાણયુકત તે જ આત્માની આત્માની છે અને