________________ હું આત્મા છું જ કહી દીધું હતું. જે રાત્રે તેમણે દેહ છે તે અગાઉ જ કહી દીધું કે રાત્રે બે ને વિશે હું જઈશ. સાંજે સંથારો પણ કરી લીધું. ને બે ઉપર પાંચ - સાત - દશ મિનિટ થઈ ત્યાં સુધી બોલતાં પણ હતાં. છેવટે પૂછયું પણ ખરું, કે બે ને વશ થઈ ગઈ? થેડી મિનિટે બાકી હતી, અને બે - વિશે તેમણે સમાધિપૂર્વક દેહ છો. * આવી જાગૃતિ બહુ ઓછા ને હોય. પણ દેહ છોડયા પછી એ કહેતા નથી કે મારે નાશ થયે. હા, જાતિસ્મરણ અથવા અવધિજ્ઞાન થયું હોય તે પોતાના પૂર્વ ભવના શરીરને ક્યારે ગ્રહણ કર્યા અને કયારે છોડયાં કે ભવિષ્યમાં ક્યારે, કયું શરીર ગ્રહણ કરશે અને છોડશે તે જાણી શકે. પણ તે શરીરથી પિતે ભિન્ન છે માટે જ જાણી શકે. ' અડી ગુરુદેવ શિષ્યને એ જ સમજાવી રહ્યા છે કે હે શિષ્ય! જેની ઉત્પત્તિ અને લય જાણવે છે. તેનાથી જાણનાર જુદો હોય તો જ જણાય, અને આત્માના ઉત્પત્તિ - લય કઈ જાણું શકતું નથી માટે આત્મા ઉત્પન્ન થતું નથી તેમ નાશ પણ પામતું નથી. તેથી તે નિત્ય છે. આમ ગુરુદેવે શિષ્યની, આત્માની નિત્યતા વિષે, જે શંકા હતી તેને સમજાવી છે. હજુ આ શંકા તદ્દન નિર્મૂળ થઈ જાય તે માટે વધુ ચેટ તર્કો દ્વારા ગુરુદેવ સમજાવશે.