________________ હું આત્મા છું વળી દેહ જડ છે. એટલે કે ચેતન રહિત છે. બીજું જડનાં જે લક્ષણે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ બધાં દેહમાં જોવા મળે છે. એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીનાં સર્વ શરીરમાં વર્ણાદિ હેય જ છે. પદુગલ પરમાણુએ જડ છે તેથી તેનાથી બનેલો દેહ પણ જડ છે. દેહ રૂપી છે. તેનું કોઈને કોઈ રૂપ છે. દેખી શકાય એવે છે. આપણે જે કંઈ જોઈએ છીએ તે બધા દેહને જોઈએ છીએ. જીવ તે દેખ તે નથી. કીડીકેડી વગેરેને જોઈ, આ જીવ છે એમ જ્યાં કહીએ છીએ, ત્યાં પણ તેના દેહને સંબોધીને કહીએ છીએ. દેહ દશ્ય છે. અર્થાત બીજા વડે જોઈ શકાય છે. આત્મા દેહને જુએ છે. કારણ જાણવું અને જેવું તે આત્માને સ્વભાવ છે. તેથી આત્મા સર્વને જુએ છે. પણ આત્માને કેઈ જોઈ શકતું નથી. આમ દેહ તે ચક્ષને વિષય છે. આત્મા જ્ઞાતા છે તે દેહ રેય છે. ગુરુદેવ શિષ્યને ફરમાવે છે. દેહ સંગ સંબંધે છે. જડ છે. સ્કૂલ સ્વભાવવાળે છે. તેનું રૂપ છે અને તે ચક્ષુથી જોઈ શકાય છે. હવે આવા દેહની ઉત્પત્તિ સાથે, તેનાથી સર્વથા જુદા લક્ષણવાળે આત્મા, તેમાં ઉત્પન થતો હોય અને દેહના નાશથી નાશ પામતે હોય તો હે શિષ્ય! હું તને પૂછું છું કે “ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય?” દેહની ઉત્પત્તિ અને નાશ તે જાણી શકાય છે. પણ દેહમાં ઉત્પન્ન થયેલા આત્માને કેણ જાણી શકે ? આ આત્મા ઉત્પન્ન થયે એમ દેહ તે કહી શક્તા નથી. કારણ એ જડ છે. જ્ઞાનગુણ તેનામાં નથી. વળી જે પિતાની ઉત્પત્તિ પણ જાણતું નથી તે આત્માની ઉત્પત્તિ કેમ જાણું શકે? જે તું એમ કહેતે હોય કે આત્માએ જ આત્માની ઉત્પત્તિ જાણી લીધી તે એ પણ ચગ્ય નથી. તારા મતે આત્મા નિત્ય નથી. અને જે આત્મા ચેતનની ઉત્પત્તિને જાણે તે એ નિત્ય સિદ્ધ થઈ જાય. જેમ ઉત્પત્તિના વિષયમાં તેમ જ નાશના વિષયમાં. ચેતન દેહના નાશને જાણે શકે પણ આત્માના નાશને દેહ જાણી શક્તા નથી, એટલે જ આત્માની ઉત્પત્તિ અને લયને જાણનાર કેઈ નથી. માટે હે શિષ્ય! દેહની ઉત્પત્તિ સાથે આત્મા