________________ 78 હું આત્મા છું વળી દેહની ઉત્પત્તિ અને નાશ છે, માટે આત્માની પણ ઉત્પત્તિ અને નાશ છે. જગતના સર્વ પદાર્થો ક્ષણિક છે માટે આત્મા પણ ક્ષણિક છે. શિષ્ય કહે છે આત્માને માનું તે ખરે પણ નિત્ય માની શકતા નથી. ગુરુદેવ પણ એક શંકાનું પૂર્ણ નિરાકરણ થયા પછી અને શિષ્યના અંતરની શ્રદ્ધા દઢ થયા પછી જ બીજા પદની જિજ્ઞાસા માટે શિષ્યને મૂક પ્રેરણા આપે છે પાયાને સુદઢ કરી પછી આગળના ચણતરને ગતિ આપે છે. ગુરુદેવ આ ભાવ સાથે શંકાનું સમાધાન કરે છે– - દેહ માત્ર સંગ છે વળી જડરૂપી દશ્ય; ચેતનનાં ઉ૫ત્તિ લય, કેના અનુભવ વશ્ય..૬૨ શિષ્ય ! તું કહે છે દેહની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થાય છે અને દેહના નાશથી આત્માને નાશ થાય છે. પણ પહેલાં તે એ જાણી લેવું જરૂરી છે કે દેહ એ શું છે ? દેહ, પરમાણુઓના સગથી ઉત્પન્ન થયેલે પદાર્થ છે. માનવદેહને વિચાર કરીએ તે, માતાના ઉદરમાં આવેલે જીવ રૂધિર અને વીર્યને પ્રથમ આહાર કરે છે, જે પદગલિક છે. અને તે પછી પોતાની શક્તિ વડે એ આહારનાં પુગલ, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન, આમ જુદી-જુદી શક્તિ રૂપે પરિણમાવે છે. જેને પર્યાપ્તિ કહેવાય છે. જીવ પૂર્વ કર્મોને સાથે લઈને આવ્યા છે. તેમાં એક પર્યાપ્તિ નામકર્મ પણ હોય છે. એ કમની શક્તિ એ છે કે જીવ જે નિમાં ગમે ત્યાં તેને આ છ માંહેની જેટલી શક્તિ પામવાની ગ્રતા છે એટલી ઉત્પત્તિ સમયથી જ ભેગી થવા માંડે છે. એક માનવદેહને આ બધી જ શક્તિઓ મળે છે. આત્મા તે આત્મા રૂપે જ માના ઉદરમાં આવ્યું છે. તે પછી માના શરીરમાંથી એ—એ જાતના પરમાણુઓને નિરંતર ખેંચતે જ રહે અને પિતાના શરીરરૂપ પરિણુમાવત રહે. નવ મહિના ત્યાં રહી કેટલું મેટું શરીર એ બનાવી લે. જમ્યા પછી પણ વાતાવરણમાં પડેલા પરમાણુઓના નાના–મેટા ને ગ્રહણ કરે. આહાર-પાણ રૂપે જે પદાર્થોને ગ્રહણ કરે એ પણ