________________ G દેહ માત્ર સંગ છે જિન જા તિન પાઇયા. ગહરે પાની પૈઠ... જેણે જેણે સને આવિષ્કાર કર્યો તેઓ ઊંડાણમાં ઉતર્યા. અર્થાત્ આત્માના ઊંડાણમાં જઈ સંશોધન કર્યું ત્યારે જ પામી શક્યા. બંધુઓ ! છીછરામાં છબછબીયાં કરવાથી કાંઈ ન વળે, માત્ર છીપલા અને ખેલા જ હાથમાં આવે. માનવને એ ખબર હોવી જોઈએ કે મોતી પામવા માટે મરજીવા થઈને સમુદ્રના ગહન તલને સ્પર્શવું જોઈએ. મતને. મુઠ્ઠીમાં રાખી, જે જળ સાથે ખેલે તે જ મૂલ્યવાન મેતી પામે. સાગર કિનારે ઊભી વિચારૂં; મોતી હશે કયાં જળના ઉદરમાં. ક્ષણ એક દેડી મૂઠી ભરાણી; મોતી નહીં હા! રંગીન છીપલાં, હા ! વ્યથી દોડી પામી ન મોતી; સાગર જળે ન કદી હેય મોતી, પૂરો વચન ત્યાં આવ્યા મરણમાં; ઊડે જે ઉતરીશ પામીશ મોતી. આત્માને પામવા માટે પણ પરમ કેટીને પુરુષાર્થ જોઈએ, માત્ર બાહ્ય ભાવે ચેડા તપ-ત્યાગ કરી લીધા તે ન ચાલે. એ તે છીછરામાં છબછબીયાં છે, પિતાના અંતરના ઊંડાણમાં ઉતરવું પડે, અંતરતમને. ખૂબ જ બળવું પડે, સતત વિચારણા જ તત્વને આત્મસાત્ કરાવે, અહીં શિષ્ય ઊંડી વિચારણા કરી છે. તત્ત્વને પામવાની પ્રચંડ જિજ્ઞાસા તેનામાં છે, તેથી તેણે અંતરથી પુરુષાર્થ ઉપાડે છે. તેમાં પ્રથમ તે સગુરુના ચરણમાં સમર્પણતા. વિનય અને નમ્રતા તથા જિજ્ઞાસાથી પૂછાતા પ્રશ્નની સત્યતા ! એ ગમે તેમ પ્રશ્ન નથી પૂછતે, પણ તર્કયુક્ત, પ્રમાણ સહિતની તેની શંકાઓ છે. તેથી જ એ કહી રહ્યો છે કે દેહ અને આત્મા એક જ છે. આત્મા નામના તત્વ તે સ્વીકાર્યું પણ તે દેહથી જુદું છે એવું નથી. કારણ દેહના એક- એક અણુમાં તેની ચેતના વ્યાપ્ત છે, દેહના કેઈ પણ ભાગમાં કાંઈ પણ થાય કે તરત સંવેદન તે થાય છે, કેઈ ભાગ સંવેદન રહિત નથી, તેથી દેહથી આત્મા. . અલગ નથી.