________________ દેહ માત્ર સંયોગ છે... ઉતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના અધિકારી જીવ જ કરી શકે છે. અધિકાર વિના ભૌતિક ક્ષેત્રે પણ કંઈ મળતું નથી તે આધ્યાત્મિક ક્ષેત્રે તે કશું મળવાની સંભાવના જ નથી. અધિકારી બનવા માટે પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ નહીં કરનારને આત્મિક સિદ્ધિ મળતી નથી. હા, ભૌતિક ક્ષેત્રે તે પૂર્વના પુણ્યરૂપ પુરુષાર્થથી ઘણું યે મળી જાય. કરોડપતિ બાપને ત્યાં જનમેલે બેટે કશું યે ના કરે તે યે મેવા-મિઠાઈ મળતા હોય, એ એના પૂર્વ પુણ્યનું પરિણામ છે. પણ આધ્યાત્મિક સિદ્ધિ એ પુણ્યનું પરિણામ નથી. આ ક્ષેત્રે પૂર્વનાં પુણે યોગ્યતા આપી દે. સાધના માટેના અનુકૂળ સંગે ઉભા કરી દે, પણ એ મળ્યા પછી જીવને બારમા ગુણસ્થાને પહોંચે ત્યાં સુધી પુરુષાર્થ આવશ્યક છે, માટે આધ્યાત્મિક ક્ષેત્રે જીવ સુષુપ્ત પડયો રહે એ ન ચાલે. સંસ્કૃતમાં એક સુભાષિત છે उद्यमेन हि सिध्यन्ति, कार्याणि न मनोरथैः / / न हि सुप्तस्य सिंहस्य, प्रविशन्ति मुखे मृगाः // પ્રત્યેક કાર્ય પુરુષાર્થથી જ સિદ્ધ થાય છે. માત્ર મનેર સેવવાથી કઈ કાર્ય પાર પડે નહીં મગરાજ સિંહ સૂતેલે હોય તે તેના મુખમાં કઈ પશુ જઈને પ્રવેશ કરે નહીં. અર્થાત્ સિંહને પણ પેટ ભરવા માટે મહેનત કરવી પડે છે. પુરુષાર્થથી જ કાર્ય સફળ થાય છેકાર્ય જેટલું મહાન, પુરુષાર્થ એટલે જ પ્રબળ. કબીરે પણ કહ્યું છે -