________________ અંતર કર્યો વિચાર 75 પામે છે. આજે એક મકાન ખૂબ મજબૂત બનાવ્યું, પછી તે સમયે-સમયે જુનું થતું જાય અર્થાત તેમાં પર્યાયે પલટાયા કરે અને તે 50-100-200 વર્ષો નાશ પામી જશે. આમ જગતના સર્વ પદાર્થોમાં ક્ષણે ક્ષણે વિનાશ થઈ રહ્યો છે. ઘણા પદાર્થોને નાશ થતાં આપણે જોયા અને હજુ જોઈ રહ્યા છીએ. શિષ્ય કહે છે, આત્મા પણ એક પદાર્થ છે. તેમાં પણ પર્યાયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તે આત્મા પણ એક વાર નાશ પામી જશે માટે તે નિત્ય નથી. આમ શિષ્યના અંતઃકરણમાં આત્માની નિત્યતા વિષે શંકા છે. તે એક તે દેહની સાથે જ આત્માની ઉત્પત્તિ અને નાશ માને છે. બીજું સર્વ પદાર્થની ક્ષણભંગુરતાની જેમ આત્મા પણ ક્ષણભંગુર છે, તેમ માનવા પ્રેરાય છે. હવે ગુરુદેવ પાસે સમાધાન ચાહે છે. ગુરુદેવ આનું સમાધાન કઈ રીતે આપશે તે અવસરે..