________________ અંતર ક વિચાર 73 ભૂતમાં ચૈતન્ય શકિત નથી છતાં જ્યારે તેને સમુદાય થાય છે ત્યારે તેમાં ચૈતન્ય શકિત પ્રગટ થઈ જાય છે. વળી દારૂ બનાવનાર જુદા-જુદા પદાર્થોમાં નશાની શક્તિ ન દેખાતી હોવા છતાં, પદાર્થોના ભેગા થવાથી નશાને ગુણ તેમાં ઉત્પન્ન થાય અને અમુક સમય સુધી એ ગુણ રૂપે રહી પછી એ શકિતને નાશ થઈ જાય છે. તેમ ચાર ભૂતોમાં ચૈતન્ય નથી છતાં એ ભેગા થવાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય અને અમુક કાળ પછી એ ચૈતન્યને નાશ થઈ જાય. આમ ચાર્વાકવાદીઓની આ માન્યતા છે. તેઓ પૃથ્વી આદિમાં ચૈતન્ય નથી માનતા. જે તેમાં ચૈતન્ય માને તો તે સ્વતંત્ર આત્માને સ્વીકાર થઈ જાય. માટે પથ્વી આદિ તત્વોના સગથી આત્મા ઉત્પન્ન થાય અને નાશ પણ પામે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ શિષ્ય એ જ શંકા ઉઠાવે છે, કે દેહને રોગ થતાં અર્થાત્ દેહ બને પછી એમાં જીવ ઉત્પન્ન થાય અને દેહના નાશથી નાશ પામી જાય. પણ વાસ્તવમાં એમ નથી. વાયુભૂતિ ગણધરની શંકાનું નિરાકરણ કરતાં પણ પ્રભુએ કહ્યું છે કે તમે પૃથ્વી આદિમાં ચૈતન્ય નથી માનતા, તે તે ભેગા થવાથી પણ તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય નહીં ધતુરાનાં ફૂલ-ગેળ આદિથી દારૂ બને અને તેમાં નશો ઉત્પન્ન થાય છે તેનું કારણ એ છે કે દારૂ જેમાંથી બને છે તે પદાર્થમાં પણ નશાનું તત્ત્વ છે. આપણે ભારે પદાર્થ જમીને ઉઠીએ કે તરત ઊંઘ આવવા માંડે છે, તે શું છે ? તે પદાર્થમાં અમુક પ્રકારને નશે છે. તેથી તેની અસર થાય છે. જેમ તલમાંથી તેલ નીકળે છે કારણ તલના પ્રત્યેક દાણામાં તેલ છે. જે એમ ન હેય તે તલના સમૂહમાંથી પણ તેલ ન નીકળે. રેતીના કણમાં તેલ નથી તે ગમે તેટલી રેતીને પીસે તેલ ન નીકળે. તેમ પૃથ્વી આદિ ભૂતેમાં ચૈતન્ય નથી માટે તેના સમૂહથી પણ ચૌતન્ય ઉત્પન્ન થાય નહીં માટે ચૈતન્ય એ સ્વતંત્ર દ્રવ્ય છે. પ્રભુ મહાવીરે વાયુભૂતિ ગણધરને આ પ્રમાણે સમાધાન આપ્યું છે.