________________ હું આત્મા છું છ છ પદની મારી અંતર આરાધના - શાશ્વત સિદ્ધિને પમાય....મારી અંતર આરાધના પહેલ પદ તે મારે આત્મદેવ સત્ છે સત, ચિત્, આનંદ સ્વરૂપ.... (2) ચેતનના ચમકારે મેર વ્યાપ જડમાં મળે ના એનું રૂપ...મારી અંતર આરાધના. ગુરુદેવ પ્રત્યે જાગેલી અસીમ શ્રદ્ધા એ શિષ્યના હદયનાં દ્વાર ખેલી નાખ્યાં. તેના મનમાં આમા વિષયે બીજી શંકાઓ પણ પડી છે. તે હવે રજુ કરે છે– બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. 60... શિષ્ય અભ્યાસી છે. અન્ય દર્શનેની તાત્ત્વિક માન્યતાને એ જાણે છે. અને તેથી જ તેના મનમાં બીજી શંકા ઉત્પન્ન થઈ છે. બીજું પદ બતાવ્યુંઆત્મા નિત્ય છે પણ શિષ્ય કહે છે ગુરુદેવ ! આત્મા અવિનાશી હોય તેમ મને માન્યામાં આવતું નથી. આત્મા છે તે સ્વીકારી લીધું પણ દેહના ઉત્પન્ન થયા પછી આત્મા દેહમાં ઉત્પન્ન થાય અને દેહના નારા સાથે નાશ થઈ જાય. આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા રચાયેલા વિશેષાવશ્યક મહાભાષ્ય” નામના ઉત્તમ ગ્રન્થનું એક પ્રકરણ છે. ગણધરવાદ. તેમાં ભગવાન મહાવીરના 11 ગણધરેએ દીક્ષા લીધા પહેલાં વેદને નહીં સમજવાના કારણે જે શંકાઓ કરી હતી તે અને પ્રભુએ કરેલ શંકાનાં નિવારણો આપ્યાં છે. તેમાં ત્રીજા વાયુભૂતિ નામના ગણધરે જીવ અને શરીર એક છે, એવો સંશય કર્યો છે અને પ્રભુએ તેનું નિરાકરણ કર્યું છે, તેની વિસ્તારથી ચર્ચા છે. | સંશય એ છે કે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ આ ચાર ભૂતના ભેગા થવાથી આ શરીર બને છે અને તેમાં આત્મા નામનું એક તત્વ ઉત્પન્ન થાય છે. જેમકે ધતુરાનાં ફૂલ, ગોળ, પાણી વગેરેમાં અલગ-અલગ નશાને ગુણ ન હોવા છતાં પણ જ્યારે એ બધા પદાર્થોને ભેગા કરવામાં આવે તે નશાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. તેમ પૃથ્વી આદિ ચાર