________________ 71 અંતર કર્યો વિચાર કેઈ નથી જેતું એમ ખાતરી કરી, પગ નીચે રોટલી દબાવી, ચાંચથી નળિયું ઊંચું કર્યું. તેની નીચે ચત્તા નળિયામાં જેટલી મૂકી દીધી. ઉપર પેલું નળિયું ઢાંકી દીધું. અને ફરી ખાતરી કરી કે કઈ જોતું નથી અને તે પશ્ચિમ તરફ ઊડી ગયે. અને તરત જ પૂર્વમાં બેઠેલે બીજે કાગડો આ જેતે હશે, તે આવ્ય, નળિયું ઊંચું કરી રેલી કાઢી, લઈને ઊડી ગયે. મૂકનાર કાગડો ફરી આવ્યો પણ રોટલી ન હતી. બંધુઓ ! આ આંખે દેખ્યા અહેવાલ છે. જેઈને એમ થયું અહીં તેને કોણે આ શીખવ્યું ? એક છૂપાવે અને બીજે ચેરી કરે, આ છે ભવ ભવના સંસ્કાર ! તમારા બાળકોને આવું શીખે છે ને ? વધારે ભાગ આપી કહો, જા, ખીસામાં નાખી દે, બહાર જઈને ખાઈ લેજે. કેઈને કહેતે નહીં કે મને બે ચોકલેટ આપી. બીજાને એક જ આપી છે. આ સમયે બાળક ખુશ થાય અને તમે પણ હરખાવ. પણ આ સંસ્કાર જીવમાં વધુ ને વધુ ઊંડા ઉતરતા જાય. આત્મા પર તેની અમીટ છાપ છોડતા જાય. એટલે જ આવા સંસ્કાર વગર શીખે કે શીખવ્યું બધી જ યોનિમાં જોવા મળે છે. આપણે આવા સંસ્કારથી તે પરિચિત છીએ જ પણ હવે આત્માની શ્રદ્ધા, જિનવચનેની શ્રદ્ધાના અમીટ સંસ્કાર પાડવા છે. આવા સંસ્કારે, વિચારણાપૂર્વકના ન હોવાના કારણે જ આપણું શ્રદ્ધાને ડગતાં વાર નથી લાગતી. શ્રદ્ધાનાં મૂળ ઊંડાં ઉતરતાં નથી. માત્ર ગતાનુગતિકથી ચાલી આવતી બાહ્ય રૂઢિઓ પરની શ્રદ્ધા જ હોય છે આપણામાં. પણ સમજ સહિતની શ્રદ્ધા જે હોય તો તે કોઈપણ વિપરીત સંગોમાં પણ ડગે નહીં. ( શિષ્યને આત્માના અસ્તિત્વ વિષયક સમાધાન થતાં તે પર ઊંડું ચિંતન કર્યું અને તે ગુરુદેવને કહી રહ્યો છે કે હે ગુરુદેવ! વિચાર્યું, મને સમાધાન થયું. હવે હું આત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધાવાન થયે છું. આપની અમૂલ્ય વાણી અને અપાર અનુગ્રહ મારી દિવ્ય દૃષ્ટિ જાગૃત થઈ રહી છે. આમ કહી એ ગુરુદેવના ચરણમાં મસ્તક મૂકી ધન્યતા અનુભવતે, ગદ્ગદ્ કઠે બોલી ઉઠે છે