________________ ..અંતર કર્યો વિચાર વીતરાગ પરમાત્મા-અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કરતે જીવ આત્માને પામી જાય છે. બીજું બધું પામેલે જીવ, આત્માને ન પામે ત્યાં સુધી સ્થિર થતું નથી. બીજું પામે એ તે ગતિના કારણ રૂપ બને છે. પરંતુ આત્માનું પામવું સ્થિરતાના હેતુભૂત બને છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માને સ્વીકારી તેને પામવાના ઉપાય બતાવ્યા છે. જિજ્ઞાસુ શિષ્ય ગુરુદેવની સમક્ષ આત્માના અસ્તિત્વ વિષયક શંકાઓ રાખી અને ગુરુદેવ તર્કયુક્ત, પ્રમાણયુક્ત દલીલ વડે આત્માના અસ્તિત્યની સિદ્ધિ કરી આપે છે. સમાધાન થતાં શિષ્યનું અંતઃકરણ પ્રસન્ન થઈ ઉઠે છે. તે આત્મા વિષયક ઊંડી વિચારણા કરે છે. વિચારણાના અંતે શું થાય છે તે શિષ્યના શબ્દોમાં આત્માના અસ્તિત્વના, આપે કહા પ્રકાર સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર..૫૯... હે ગુરુદેવ ! આપે આત્માને અસ્તિત્વની સિદ્ધિ અનેક પ્રકારે કરી. આપે કહ્યા પછી એ બધા જ તર્કોને મારા અંતરના ઊંડાણમાં જઈ મેં વિચાર્યા. ખૂબ વિચાર્યા. વારંવાર વિચાર્યા. અને વિચારતાં મને લાગ્યું કે આપે ફરમાવ્યું તેમ જ છે. બંધુઓ ! સર્વજ્ઞ, સર્વદશી પરમાત્મા પણ આપણને એ જ કહે છે કે જે તત્વ સાંભળે કે વાંચે તેને ખૂબ ઊંડાણથી વિચાર કરજે. તત્વને સાંભળવામાં રુચિ છે, ગમે છે, એ સારું જ છે. પણ તે પછી તેના પર ઊંડી વિચારણું થાય તે જ એ શ્રદ્ધામાં ઉતરે. આ બહુ જ