________________ આત્માની શંકા કરે ન હેત તે એ કેઇ પણ પ્રકારની શંકા પણ ન કરત અને જિજ્ઞાસા પણ ન સેવત. ગમે તે જડ પદાર્થ કદી કોઈ શંકા કે પ્રશ્ન ઉઠાવી શકો નથી. જડમાં જ્ઞાનશક્તિ જ નથી. માટે જ જેણે શંકા કરી છે એ જ આત્મા છે. જ્ઞાન ગુણે કરી સહિત ચૈતન્ય દ્રવ્ય છે એ તું સમજી લે. આ તો ભૂલેલો માણસ, પિતે પિતા વિષે શંકા કરે અથવા પિતાને જ ભૂલી જાય એવું થયું. પેલી વાત આપણે સાંભળી છે. દશ મિત્રો ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં ઘણું દૂર નીકળી ગયા. વચમાં એક વિશાળ નદી આવી. બે કાંઠે પાણી ભર્યું છે. વરસાદની ઋતુ છે. અને ઉપરથી પૂર આવવાની સંભાવના છે. નદીમાં પાણ વધી રહ્યું છે. પણ યુવાની છે, સાહસ છે, દશે ય મિત્રો સામે કાંઠે જવા પાણીમાં પડયા, ઝપાટાભેર સામા કાંઠે નીકળી ગયા. વિચાર કરે છે કે આવતા પૂરની નદીમાંથી ઉતર્યા છે કે એકાદો રહી નથી ગયો ને ? ગણી લઈએ. એક યુવાન ગણવા માંડે. એક, બે, ત્રણ અને નવ સુધી ગણાયા. દશમે નથી. બીજો કહે છે તને ગણતા નથી આવડતું. હું ગણું અને એણે ય નવ ગણ્યા. આમ બધાય ગણે છે પણ નવ જ થાય છે. સહુ એકબીજાનાં મેઢા સામું જુએ છે. અરે! કેણુ વાણે આપણામાંથી ? સમજણ પડતી નથી. દશ થતા નથી અને કોણ ખાવા તે ખબર પડતી નથી. પાણીમાં તણાતાં પણ જે નથી. હવે કરવું શું ? ચિંતામાં પડયા. એટલામાં ત્યાંથી એક વૃદ્ધ પુરુષ નીકળ્યા. એણે જોયું યુવાને ઊભા છે પણ મુખ પર મુંઝવણના ભાવે છે. પૂછયું : “ભાઈઓ ! શું છે?” “અરે ! કાકા અમે દશ મિત્રો નદીમાં ઉતર્યા. એમાંથી એક તણાઈ ગયે.” કાકા કહેઃ “બરાબર ખબર છે ? તણુતાં જે ?" “ના, એ જ પંચાત છે ને ! સમજણ પડતી નથી. નીકળ્યા'તા દસ અને રહ્યા નવ. એક કણ ખવાય તે જ ખબર પડતી નથી.” વૃદ્ધ અનુભવી હતા. તે કહે-ઉભા રહો હું ગણું અને તેમણે ગણ્યા તે દશ થયા. કાકા કહે. “અરે! ભાઈઓતમે તે દશ છે.” દશ છીએ ? કાકા, અમે ગણ્યા તે નવ થયા !"