________________ આત્માની શંકા કરે તેમ આ આત્મા જડ એવા દેહ અને જડ એવા કર્મો સાથે એક ક્ષેત્રાવગાહી અનાદિથી રહ્યો છે. પણ પિતે જડ થઈ ગયે નથી અને જડ કર્મો કે જડ દેહ પણ ચેતન થઈ ગયા નથી. શ્રીમદ્જીના જ શબ્દોમાં જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ પ્રગટે અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ ? " આ જ વાત શ્રી સહજાનંદ સ્વામીએ પણ કહી છે– ક્ષીર-જલ ન્યાય અનાદિથી, તુજ સંબંધ જડ સાથ પણું તું-તું જડ-જડ સદા, સૌ-સૌ નિજ-નિજ નાથ... આમ ગુરુદેવે શિષ્યની સર્વ શંકાઓનું યથોચિત સમાધાન કરી તેની શ્રદ્ધામાં બેસાડ્યું કે જડ અને ચૌતન્ય બન્નેના સ્વભાવ તદ્દન ભિન્ન છે. બન્ને દ્રવ્યોનું અસ્તિત્વ પણ ભિન્ન છે. અને સદા કાળ ભિન્ન રહેવા જ સર્જાયેલા છે. માટે ચૈતન્ય તે આત્મા અને બાકીના સર્વ પદાર્થો જડ. તું ચતન્ય આત્મા છે. તારું અસ્તિત્વ સહુથી નિરાળું છે. આટલું સમજાવ્યા પછી શિષ્યના અંતઃકરણમાં આત્માના હોવાપણું વિષે ક્યાંય પણ શંકા રહી ગઈ હોય તે માર્મિક વચન દ્વારા ગુરુદેવ કહે છે આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ 58 શિષ્ય કહ્યું હતું: “માટે છે નહીં આતમા પિતા તરફથી સર્વ શંકાઓ રજા કરી, અંતે આત્મા નથી એમ શિષ્ય સમજ હતે. ગુરુદેવે શિષ્યની એક-એક શંકાનું સમાધાન દીર્ઘ દૃષ્ટિથી, માર્મિક દલી– લેથી અને પ્રભાવશાળી વાણીથી કર્યું. ગુરુદેવ તત્વજ્ઞાનની ઊંડામાં ઊંડીગૂઢ વાતને ઉકેલ ખૂબ સરળતાથી કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજીની વાણીની એ જ ખૂબી છે કે તેઓ કઠિનમાં કઠિન અને રહસ્યમય તને સરળ, અને સાદી ભાષામાં સમજાવી શકે છે. તેઓશ્રીના આખા યે સાહિત્યમાં આ ગુણ સર્વત્ર દષ્ટિગોચર થાય છે.