________________ 64 કપાળ અનાજ અમાણ એ વાતની હું આત્મા છું મનરૂ૫, વચનરૂપ કાયરૂપને ધારણ કરનારું, જડતા, જેનું પરિણમન પણ જડમાં, હળવાપણું, ભારેપણું, ગતિ કરવાપણું આ બધાં જ અજીવનાં લક્ષણ છે. આજ વાત શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે છે. શિષ્યને રહેલી દેહાત્મ બુદ્ધિ, આત્માના હેવાપણા વિષે તથા આત્માના સ્વતંત્ર અસ્તિત્વ વિષે શંકા જન્માવે છે. જીવની એ જ મોટી ભૂલ છે. જ્યાં સુધી દેહાદિથી આત્માનું ભિન્નત્વ ન સમજાય ત્યાં સુધી સત્ શ્રદ્ધા જાગૃત થતી નથી. દર્શનમેહના ઉદયે આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થતી નથી. માટે જ ઉપકારી ગુરુદેવ વારંવાર એક જ વાતને ફેરવી ફેરવીને જુદી-જુદી રીતે શિષ્યને સમજાવે છે. તેઓએ કહ્યું : જડ-ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ...૫૭.. વત્સ ! આગળ બતાવવામાં આવ્યું તેમ જડ અને ચેતન બનેને સ્વભાવ પ્રગટ રુપે જ જુદો સમજાય છે. અને જ્યાં સ્વભાવ જુદા ત્યાં પદાર્થ પણ જુદા. સ્વભાવને અર્થ જ છે પિતાનું હેવાપણું. જેનું અસ્તિત્વ જુદા-જુદા સ્વભાવથી ઓળખાતું હોય તે બન્ને જુદાં જ હોય. અગ્નિ ઉષ્ણતાથી ઓળખાય અને પાણે શીતળતાથી. બન્નેના સ્વભાવ તદ્દન ભિન્ન માટે બન્નેનાં અસ્તિત્વ પણ ભિન. વળી બન્ને વિરોધી પદાર્થો ચિરકાળ સુધી સાથે રહેવા છતાં પણ એક થઈ જતા નથી. સ્થૂલ પદાર્થોમાં પણ એમ છે અને સૂકમ પદાર્થોમાં પણ એમ જ છે. જેમકે એક મોટા વાસણમાં નાનાં-મોટાં ફળ નાખવામાં આવે. પહેલાં નાળિયેર, પછી એપલ, પછી લીંબુ, પછી સોપારી, પછી બેર, પછી, મરી, પછી રાઈ, પછી ખસખસ, આમ આખું યે વાસણ ભરી દેવામાં આવે અને તેને ઘણુ સમય સુધી રાખી મૂકવામાં આવે, તે મોટા ફળ તે જલદી અલગ પડી જશે. નાનાં ફળને જુદા પાડવામાં થોડી મહેનત થશે પણ જુદાં થાય ખરાં. અરે ! રાઈ અને ખસખસ જુદાં પાડતાં દમ નીકળી જાય. છતાં જુદા પડી શકે. એક ન થઈ જાય,