________________ હું આત્મા છું ગુરુદેવ શિષ્યને કહી રહ્યા છે ભાઈ! મને બહુ મોટું આશ્ચર્ય થાય છે. તું કહે છે. “માટે છે નહીં આતમા તે આ નિર્ણય દેનાર કેણ છે ? વળી આત્મા વિષે સંદેહ કરનાર કોણ છે? હું અને મારું આવી પ્રતીતિ કેને થઈ રહી છે ? વિચારતાં જરૂર જણાશે કે આત્મા સિવાય બીજા કેઇને આવું સંવેદન થઈ શકે જ નહીં. વળી નિયમ એ છે કે વિશ્વમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય તેના વિષે જ તેના અસ્તિત્વ કે નાસ્તિત્વને વિકલ્પ ઉઠે છે. જે આત્મા નામનું કઈ તત્વ સુષ્ટિમાં હેત જ નહીં તે તેના નાસ્તિત્વને વિકલ્પ ઉઠત જ નહીં માટે આત્મા છે એ સિદ્ધ થાય છે. પિતે જ પિતાની શંકા કરી રહ્યો છે. આ વાત તે કેવી હાસ્યાસ્પદ છે ! કયારેક ક્યાંય જોયું કે સાંભળ્યું છે કે કઈ માણસ એમ કહે કે : ભાઈ! અહીં આવે તો! જરા જુઓ તો-હું છું કે નહીં ? પદાર્થ કે બીજી કોઈ વ્યક્તિ માટે માણસ એમ પૂછતે હોય તે તે બરાબર જ છે. પણ પિતે પિતા માટે પૂછે એવા માણસને લેકે પાગલ જ કહે. એ મૂખની પંક્તિમાં જ બેસે. એ જ રીતે હે શિષ્ય ! આ જીવ પગલાનંદી થઈ પુદ્ગલ સાથે એટલે ઓતપ્રોત થઈ ગયો છે કે તે પોતે પિતાને ભૂલી ગયું છે. પિતાનું ખરૂં રૂપ શું છે તેની તેને ખબર નથી. તેથી હું છું કે નહીં એવી શંકા કરી હાંસીપાત્ર બને છે. આ તે એવી વાત થઈ કે અરિસામાં પડતા પ્રતિબિંબને માનીએ અને અરીસાને ન માનીએ. અરીસામાં પડતા પ્રતિબિંબને સ્વીકારતા હો, પછી એ પિતાના દેહનું અથવા કેઈપણ પદાર્થનું, પણ જ્યાં પ્રતિબિંબને સ્વીકાર થાય ત્યાં એ જેમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે તેને પણ સ્વીકાર થઈ જ જાય છે. કારણું પ્રતિબિંબ અવકાશમાં પડતું નથી. કેઈ પણ ચમકતી વસ્તુ જોઈએ. એ અરીસો હોય, ધાતુ હોય કે પાણું હોય પણ એવી વસ્તુ વિના પ્રતિબિંબ હોઈ ન શકે પ્રતિબિંબ સાથે એ પદાર્થને સ્વીકાર થઈ જાય છે. હે શિષ્ય ! તને શંકા થાય છે. એ “તું તારી અંદર જ બેઠે છે. એનામાં રહેલે જ્ઞાનગુણ જ શંકા કરી રહ્યો છે. આત્મામાં જે જ્ઞાનગુણ