________________ 74 હું આત્મા છું આવી ચાર્વાકની માન્યતાને કારણે આજે પણ કેટલાક લેકે એમ માનતા હોય છે કે માતાના પેટમાં રહેલા ગર્ભમાં ત્રણ મહિના સુધી જીવ નથી હોતે, પછી જ જીવ આવે છે. આ બહુ ભૂલભરેલી માન્યતા છે. જે ગર્ભમાં જીવ ન હોય તે તેને વિકાસ જ ન થાય. જ્યાં વિકાસ છે ત્યાં જીવ છે. સહુથી પ્રથમ જીવ આવે છે અને પછી જ શરીરરચના શરૂ થાય છે. જીવ જે ક્ષણે માના ગર્ભમાં આવે એ ક્ષણથી જ શરીરને બનાવવા માટે પરમાણુઓને ખેંચી કાર્યરત બની જાય છે. માટે ત્રણ. મહિનાના ગર્ભમાં પણ છવ હોય જ છે. તે પહેલાં જીવ અને પછી શરીરની ઉત્પત્તિ થાય છે. શિષ્યના મનમાં ચાર્વાકદર્શનની વાતે રમે છે. તેથી તે આ માનવા તૈયાર નથી માટે જ કહે છે કે દેહની સાથે આત્મા ઉત્પન્ન થાય છે અને દેહ સાથે આત્માને નાશ થાય છે. આત્માની નિત્યતાના વિષયમાં એક બીજી શંકા પણ છે. તે એ છે. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. દા. બૌદ્ધ મતના પ્રભાવથી શિષ્ય સર્વ પદાર્થની સાથે આત્માને પણ ક્ષણિક માનવા તૈયાર થયો છે. તે કહે છે–સંસારના સર્વ પદાર્થો ક્ષણિક છે. અને તે ક્ષણે ક્ષણે પલટાતા આપણે જોઈએ છીએ. એમ આત્મા પણ ક્ષણેક્ષણે નાશ પામતે હવે જોઈએ. અને તેથી જ આત્મા નિત્ય ન હોય, પ્રત્યેક પદાર્થમાં પરિવર્તન થઈ રહ્યું છે જેને અવસ્થા કહે કે પર્યાય કહે. પર્યાય પણ બે પ્રકારની એક સ્કૂલ પર્યાય અને બીજી સૂમિ પર્યાય. આત્માની વૈભાવિક પર્યાય રૂપ આ મનુષ્યને દેહ, તે સ્થૂલ પર્યાય છે, કે જે અમુક વર્ષો સુધી મનુષ્ય રૂપે રહે છે. અને શરીરમાં ક્ષણે-ક્ષણે થતું પરિવર્તન કે જેના કારણે શરીર બાળક, યુવાન, વૃદ્ધ વગેરે અવસ્થાઓમાં પલટાય છે તે છે સૂક્ષ્મ પર્યાય. દરેક પદાર્થમાં પળેપળે પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જેના કારણે જ નવો પદાર્થ જુને થાય અને અંતે જીર્ણ થઈ, નાશ.