________________ આત્માની શંકા કરે.... ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધને એ જ જીવ કરી શકે છે, કે જેને તે પિતે ચૈતન્ય છે, એ ભાન છે. આરાધનાના ભાવ ચૌતન્યમાં જ જાગી શકે, જડમાં નહીં, જડ અને ચૈતન્ય અને સર્વથા ભિન્ન છે. જે ધર્મ ચૈતન્યમાં હોય તે જડમાં ન હોય અને જડમાં હેય તે ચૈતન્યમાં ન હોય. દ્રવ્ય દૃષ્ટિથી ભલે કેટલાક ગુણોની સમાનતા હોય પણ પિતાના હોવાપણાની જે વિશિષ્ટ શક્તિ છે તે બન્નેની જુદી જ હોય. નાટક સમયસારમાં કવિવર બનારસીદાસે જીવ અને અજીવનાં લક્ષણ બહુજ સ્પષ્ટ રૂપે બતાવ્યાં છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુપ્રભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ... - સમભાવ, આત્મસ્વરૂપમાં રમણતા, સ્વભાવથી ઊર્ધ્વગામિતા, જ્ઞાતા, અનંત સુખને અનુભવ કર્તા, સુખ દુઃખને વેદક સદા મૈતન્યતા આ બધાં જ જીવનાં લક્ષણે છે. તનતા મનતા વચનતા જડતા જડસમેલ લઘુતા ગુસતા ગમતા અજીવકે ખેલ...