________________ 61 જાણનારને માન નહીં લાષાના કારણે, તે બધાને મારતાં, તને જે #ર ભાવ આવ્યા તેનાથી થેકનાં છેક પાપ બંધાયાં !" પ્રભુ! તેનું પરિણામ શું ?" બસ, એ બધું અહીં જ મૂકીને મરી જવાનું અને મરીને નરકનાં દુઃખની ઘર યાતાના !" તે શું મારે દુઃખ ભોગવવું પડશે ?" “હા, તેમાં શંકાને સ્થાન નથી. અમર આત્મા પુણ્ય-પાપ સાથે લઈને જાય અને તેનાં ફળ તેને ભેગવવાં જ પડે ભાઈ! તે ઘોર પાપ કર્યા છે. એ તારે ભેગવવાં જ પડશે !" અને બંધુઓ ! સિકંદર સમજી ગયે. તેના ગુરુએરિસ્ટોટલ, સંતને ગ્રીસમાં લઈ જઈ જે કરાવવા માગતા હતા, તે સંતના સમાગમે અહીં જ થઈ ગયું. સિકંદરે સંતનાં ચરણોમાં પિતાની કટાર મૂકી દીધી અને ત્યાં જ પ્રતિજ્ઞા કરી, કે હવે એક પણ જીવને નહીં મારૂં. | ભારતના સંત પાસેથી ભવભવનું ભાથું લઈને, હળ કૂલ જેવો થઈ એ પાછો ફર્યો. બંધુઓ ! સંતે સિકંદરને જે સમજાવ્યું તે જ શ્રીમદ્જી આપણને સમજાવી રહ્યા છે, તે જાણનારો દેહની અંદર બેઠે છે તે દેહથી અલગ છે. જાણેલા પદાર્થનું અસ્તિત્વ જેટલું સત્ય છે એટલું જ જાણનારનું અસ્તિત્વ પણ સાચું જ છે. વળી પણ દેહ શા માટે આત્મા નથી તે કહે છે - પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જે આતમા, ઘટે ન આમ વિકલ્પ....૫૬.. જે દેહને આત્મા માનીએ તે એ વિકલ્પ કોઈ રીતે ઘટિત થત નથી. કારણ જ્ઞાન એ આત્માને ગુણ છે. તે કદી આત્માથી અલગ ન થાય. અલગ કરી પણ ન શકાય. અગ્નિમાંથી ઉષ્ણતા કે સાકરમાંથી મીઠાશ કાઢી શકાય જ નહીં. અને કાઢી નાખો તે અગ્નિ અગ્નિ ન