________________ હું આત્મા છું રહે, રાખ થઈ જાય. સાકર-સાકર ન રહે. એમ આત્મામાંથી પણ જ્ઞાન કાઢી ન શકાય. ' હવે દેહને આત્મા માનવાથી સ્થૂલ દેહ હોય તેનામાં જ્ઞાન વધુ હોવું જોઈએ અને કૃશ દેહમાં ઓછું જ્ઞાન હોવું જોઈએ. જેવડું શરીર એટલું જ્ઞાન. હાથી–ગુંડામાં માણસ કરતાં પણ વધુ જ્ઞાન હોવું જોઈએ પણ એમ નથી થતું. 300 કીલે વજન ધરાવનાર માણસમાં એટલું જ્ઞાન હેય જ એમ નથી દેખાતું. બલકે ક્યારેક તે ખૂબ મેટા દેહવાળે માણસ સાવ બુદ્ધ હોય અને દુબળુ પાતળું શરીર હવા પછી પણ અમાપ જ્ઞાન હોય. આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું રૂડું શાસ્ત્ર દેનાર શ્રીમદ્ રાજચંદ્રજીને દેહ કેટલે દુર્બળ હતું છતાં જ્ઞાન તે અગાધ હતું. પૂર્વ ભવેનું જ્ઞાન પણ સાથે લઈને આવ્યા હતા. એવી જ રીતે ઘણું-ઘણુ મહાન જ્ઞાની પુરુષને આપણે જોયા છે કે શરીરે કૃશ હવા પછી પણ તેમની જ્ઞાન ગરિમા અદ્દભુત હેય. તેથી સિદ્ધ થાય છે કે શરીર તે આત્મા નથી. શરીરમાં જ્ઞાન ગુણ નથી. પણ જેવા-જાણવાવાળે આત્મા દેહથી ભિન્ન છે અને સર્વ શકિતમાન છે. આમ ગુરુદેવે શિષ્યની આત્મા વિષયક શંકાઓનું સમાધાન કરી દીધું. છતાં વધુ સ્પષ્ટીકરણ અવસરે .