________________ જાણનારને માન નહીં પ૯ અને સંત ખડખડાટ હસી પડ્યા ! હસતા જ રહ્યા. સિકંદર તે. આ બની ગયો ! અરે ! આની સામે મૃત્યુ છે અને આ હસે છે. એક અજાણ વ્યક્તિ કટાર લઈ સામે ઊભી છે. પણ તેને ભય નથી ! શૂરવીર હૈદ્ધાઓ પણ મૃત્યુને સામે જોઈ વિઠ્ઠળ થઈ જાય. અનેકને મારનાર, પિતાની સામે મૃત્યુ આવે તે જોઈ નરમ થેંશ જે થઈ જાય. અને આ જીણું શરીરી સંત- ધકકો મારૂં તે પડી જાય તે--હસી. રહયો છે. અને સિકંદર જરાક નરમ પડો. પૂછે છે : “કેમ હસો છે ? મૃત્યુને ડર નથી તમને ?" ના ! તું કોઈ પણ હય, તારી કટાર ગમે તેવી હોય, મને મારી ન શકે !" “કેમ ! કઈ માટીના બનેલા છે તમે? કે મારી કટાર મારી ન શકે ?" “કોઈ જુદી માટીને નથી બન્યું ! પણ મારું જે “હું” છે તેને કઈ મારી શકે નહીં. હા, આ દેહને મારે, દેહના કટકા કરે પણ તેમાં મારે શું ? દેહ મરે તેથી હું કાંઈ ન મરૂં !" | સિકંદરે આવી ભાષા કયારે ય સાંભળી નથી. દેહ અને દેહની અંદર રહેનાર હું બને અલગ હોય એવી તેને સ્વને પણ ખબર નથી. એ પણ મહાન ફિલેસેફિર એરિસ્ટોટલને શિષ્ય હતે. પણ આવી વાતે એણે કયારેય સાંભળી ન હતી. બંધુઓ ! મેં એક વાર પહેલાં પણ તમને કહ્યું હતું કે ભારતનાં દર્શનેએ આત્મા વિષે જેટલા ઊંડાણમાં જઈ વિચાર્યું છે, જેટલું સંશોધન કર્યું છે એટલું વિવના કેઈ દશને કર્યું નથી. એટલે જ સિકંદરને દેહ અને આત્માની ભિન્નતાની વાત કરી કાનમાં પડી નથી. એ સમજી શક્તો નથી કે સંત શું કહી રહ્યા છે ! તે પૂછે છેઃ “સાંઈ ! આપ શું કહી રહ્યા છો ? હું નથી સમજી શકતે આપની ભાષા !" “ભાઈ ! કોઈ નવી ભાષા નથી. તેને જે અટપટું લાગે છે એ તે ભારતને એકએક બાળક પણ જાણે છે. દેહ અને આત્મા જુદા છે!”