________________ 58 હું આત્મા છું સિકંદરના માણસો પાછા આવ્યા. તેમને થાય છે આ તે કેઈમાણસ છે ? છે કેઈની પરવાહ? સિકંદર જેને યાદ કરે તેનાં નસીબ ઉઘડી જાય. અને આ કહે છે જે થવું હોય તે થાય બંધુઓ ! આ ભારતના સંત હતા. જેમણે ખરેખર ફકીરી સાધી હતી. “ફિકરકી ફાકી કરે ઉસકા નામ ફકીર એ ન ગયા. પણ માણસને જઈ સિંકદરને કહયું, જહાંપનાહ ! આપનું નામ લઈને કહ્યું તે પણ સંત ન આવ્યા. સાંભળીને સિકંદરને ધક્કો લાગે. અરે ! આજ સુધી આવું બન્યું છે દી કે મારું નામ સાંભળે ને ન આવે? સિકંદરના અહં પર ઘા લાગે, ઊભો થઈ ગયું અને માંડ ચાલવા. પહોંચે સંત પાસે. સુકલકડી શરીર, પણ મુખ પર તેજ. આંખોમાં સૌમ્યતાની સાથે નિસ્પૃહતા ! અભિમાની સિકંદરની આંખે આ ન જોઈ શકી. એ તે ઘમંડથી ઉન્મત્ત થઈને બે : “સાંઈ ચાલે ! મારા દેશમાં. હું તમને લઈ જઈશ !" “કેમ ? શું કરશે, ત્યાં લઈ જઈને ?" અરે ! મારી રિદ્ધિ-સિદ્ધિ તે જુઓ ! અહીં તે ઉઘાડા શરીરે પડ્યા છે, કશું ય નથી તમારી પાસે ! મારી સાથે આવે, રાજાશાહી ઠાઠથી રાખીશ. ચાલે, તમને સુખી કરીશ.” ઓહ એવી રિદ્ધિ તે બહુ જોઈ. તેની તુચ્છતા મને લોભાવી નથી શકી. રહેવા દે! મારે નથી આવવું. તું તારે જા ! સાંભળી સિકંદરને ક્રોધ વ્યાપી ગયો. મારી સામે બોલવાની હિંમત! એક નાચીજ વ્યક્તિ આટલી દલીલ કરે? કેમ સહન થાય? આવા છે આ સંત ? અને ક્રોધથી બોલ્યા : “સંત હું કંઈ જ સાંભળવા નથી માગતે ! ચાલે મારી સાથે !" “ન આવું તે ?" “તે પછી જોઈ લેજો. પરિણામ સારું નહીં આવે ! જોઈ છે મારી આ કટાર? એ કોઈની ય શરમ નહીં રાખે !"