________________ હું આત્મા છું * બંધુએ ! દેહ તે જાણી શકતું નથી છતાં અનાદિ અધ્યાસના કારણે આપણે એમ જ માનતા આવ્યા છીએ. દેહને જ સર્વસ્વ માની આજ સુધી પ્રવૃત્તિ કરી અને તેથી જ પાપ પ્રવૃત્તિ વધારે થઈ માટે દેહાત્મ બુદ્ધિ ટાળવી આવશ્યક છે. આખા વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાની અદમ્ય મહત્ત્વાકાંક્ષા લઈ ગ્રીસને બાદશાહ સિકંદર ભારત આવવા માટે પ્રયાણ કરી રહ્યો છે. તેના ગુરુ એરિસ્ટોટલ ફિલોસોફર છે. સિકંદરની સર્વ વિનાશી અભિલાષાઓનું એને દુઃખ છે. સિકંદર સમજાવ્ય સમજે તેમ નથી. તેથી તેઓ સિકંદરને કહે છે : સિકંદર ! તું ભારત જાય છે. મારા માટે એક ચીજ લેતે આવજે.” સિકંદરને થાય છે મારા દેશમાં શું નથી કે હું ભારતથી કઈ લાવું ? - “ગુરુદેવ! એવું તે શું છે? જે ભારતમાં છે કે અહીં નથી?” “સિકંદર ! ભારતની સંસ્કૃતિ એક સતેની સંસ્કૃતિ છે. બહુ જ પ્રાચીન સંસ્કૃતિ છે. ત્યાંથી મારા માટે એક સંતને લાવજે. ગુરુદેવ! આપની વાત સાંભળી હસવું આવે છે. ભારતના સંતે તે નિર્વસ્ત્ર હોય. ઉઘાડા શરીરે ફરતા હોય. જેની પાસે એક કેડી પણ ન હોય. એવા સંતને શું કરશે ? “તું લાવજે ને !" સિકંદર નીકળી પડે. બંધુઓ! ગૌરવની વાત છે કે આપણે આ દેશમાં જન્મ્યા. આ દેશે જેટલા સંતે પકવ્યા એટલા કોઈ દેશે પકવ્યા નથી. અહીંની સંસ્કૃતિ જ એવી છે કે અહીં જ મહાન રાંતે પિદા થઈ શકે. અરે ! સતયુગની વાત નથી પણ આ કાળમાં ય ભારતના ખૂણે-ખૂણે સમર્થ સંત સાધનારત છે. હું કે તમે તે બે-ચાર-પાંચને જ ઓળખતા હેઈશું પણ આ દેશના કણકણમાં સંત પાયા છે. હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી આપાદ મસ્તક, સંતે ઠેર-ઠેર આજે પણ વિહરી રહ્યા છે. “બહુરત્ના વસુંધરા” સૂત્ર અહી આ દેશમાં સાકાર થતું જણાય છે.