________________ જાણનારને માન નહીં પ૭ એરિસ્ટોટલ જાણતા હતા કે આત્માનો ખુમારી લઈને નંગ બદન ધુમવાવાળા સંતે ભારતની પાવન ભૂમિમાં જ પેદા થાય છે. અન્ય ભૂમિમાં એ શક્તિ નથી, એ તેજ નથી, એ પવિત્રતા નથી કે જ્યાં સંતેને જન્મ લેવાનું મન થાય. મારું કહેવાનું એ નથી કે બીજા દેશોમાં કયાંય સંતે થયા જ નથી, બધા શેતાન જ છે. પણ અહીં આ દેશમાં આજે આટલે ભ્રષ્ટાચાર અને દુરાચાર હેવા પછી પણ આત્મસાધક સંતે થાય છે. સિકંદર ભારત આવ્યા. યુદ્ધ થયું અને પાછા ફરી રહ્યો છે ત્યાં યાદ આવ્યું કે ગુરુદેવે એક સંતને લઈ જવા કહ્યું છે. અને માણસને હુકમ કર્યો. માણસો ચારે બાજુ દોડયા અને એક એકાંત નીરવ સ્થાનમાં એક મસ્ત ભેગી મળી ગયા. શરીર પર વસ્ત્ર નથી, રહેવા છાપરૂં નથી. એક વૃક્ષ નીચે ધ્યાનમાં રત બેઠા છે. સિકંદરના માણસે શું જાણે ધ્યાન શું છે? તેમણે તે મોટા બાદશાહના નોકરો હોવાના કારણે અભિમાન ભર્યા સ્વરમાં કહ્યું : એ સાંઈ ! ચાલ, તને સિકંદર બોલાવે છે.” પણ સંત તે ધ્યાનમાં હતા. કંઈજ સાંભળતા નથી. એક, બે, ત્રણ વાર કહ્યું પણ સાંઈ શાના સાંભળે? એ તે આત્મમસ્તીમાં લીન છે. સંતને લીધા વિના તે પાછું જવાય નહીં તેથી માણસે ત્યાં બેઠા. થોડીવારે ધ્યાન પૂરું થયું. આંખો ખેલી. એ જોઈને ફરી માણસો કહે છે : “ચાલ, અમારી સાથે ચાલ ! " " કેણ છે તમે ? ક્યાં લઈ જવા આવ્યા છે ?" " અરે ! સિકંદર તને બોલાવે છે. ચાલ !" સિકંદર ! ક્યા પ્રાણીનું નામ છે સિકંદર ? " અરે ! નથી જાણતું ? વિશ્વવિજયી સિકંદર ! જેના ચરણોમાં મોટા મોટા રાજામહારાજાઓના મુગટ આળોટે છે તે મહાન સિકંદર !" જાવ! કહી દેજે તમારા સિકંદરને ! હું ક્યાંય નથી જતો ! હું તે મારામાં છું. હું શા માટે કયાંય જાઉં ?" “અરે, ચાલ ! નહી આવે તે શું થશે, જાણે છે ?" જે થાય તે થાય. હું નહીં આવું !"