________________ જાણનારને માન નહીં પપ પણ કદાચ શિષ્યને એ જાણ નથી કે આ આંખે દૂરના પદાર્થોને જાણી શકે પણ અત્યંત નિકટ હોય તે પદાર્થને જાણ મુશ્કેલ. જેમકે આંખમાં આંજેલું કાજળ. તે આંખથી અત્યંત નિકટ છે. આંખમાં જ સમાઈ ગયું છે. પણ આંખ તેને જોઈ શકતી નથી. આંખમાં આંજેલા કાજળને જોવા માટે આયનાની જરૂર પડે તેમ આ આત્મા એક ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી અને બીજું તે આ શરીરના અણુએ અણુમાં વ્યાપ્ત છે માટે તેને જોવા માટે ચર્મચક્ષુ કામ ન કરે. અંદરનું જ કઈસાધન હેવું જોઈએ. અર્થાત્ આત્મા પોતે જ પિતાને જોઈ શકે. ચર્મચક્ષુથી પ્રત્યક્ષ થનાર પદાર્થોનું અસ્તિત્વ અને ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન થાય તેનું નાસ્તિત્વ આમ માનનાર શિષ્યને ગુરુદેવ કહે છે.– ઘટ-પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર ને માન નહિ, કહિયે કેવું જ્ઞાન.૫૫ દેવાનુપ્રિય! આંખ તથા અન્ય ઈથિી તે જગતના પદાર્થને જોયા છે, જાણ્યા છે અનુભવ્યા છે તેથી તેને માને છે કે એ પદાર્થોનું અસ્તિત્વ છે. પણ હું તને પૂછું છું કે જે એમ કહી રહ્યો છે કે મેં આ પદાર્થને જે જાણ્યો. હું આ પદાર્થને જોઉં છું, જાણું છું. હું આ પદાથને જોઈશ, જાણુશ. આ ત્રણે ય કાળ આ પ્રતીતિ અંદરમાં વર્યા કરે છે. તે “હું” કેણ છે? જાણનારે છે કે બીજો કોઈ? દેહમાં તે એ હું બુદ્ધિ જ નથી. જ્યારે જીભ વડે હુ” ને ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણું લક્ષ્ય “હું” કહેવાથી દેહ નથી હોત પણ દેહથી ભિન્ન બીજી કઈ શક્તિ હોય છે. તે જ જાણનાર છે. જાણનાર આત્મા જ છે. અગાઉ કહી ગયા મુજબ આત્મા સિવાય બીજું કઈ પણ જ્ઞાન શક્તિ ધરાવતું નથી, તેથી જાણનાર આતમા જ છે. હે શિષ્ય ! જેણે જાણ્યું તેને તું માને નહીં અને એના વડે જે જણાયા તેવા પદાર્થોને માને આ કેવી જાતનું જ્ઞાન? જે જાણનારને માને નહીં તે પદાર્થો જણાશે જ નહીં. પણ પદાર્થો જણાય છે માટે જ જાણનાર આત્મા છે તે સિદ્ધ થાય છે.