________________ Anteriori care au content content and the mine પ્રગટ રૂપ ચૈતન્યમય પ૩ માટે જ અહીં ગુરુદેવ કહે છે હે શિષ્ય ! આ સર્વ અવસ્થાઓમાં તેનાથી જુદો રહીને જાણે છે તે ચૈતન્ય લક્ષણવાન આત્મા છે, વળી તેની આ ચૈતન્ય નિશાની, જ્ઞાન સ્વભાવ રૂ૫ નિશાની સદૈવ તેની સાથે જ રહે છે. જડનાં ચિન્હ તો બદલાઈ પણ જાય, નાશ પણ પામી જાય, એવાઈ પણ જાય પણ ચૈતન્યની નિશાની સદા સર્વદા અખંડિત રહે છે. નિગેદમાં ગયેલા જવનું પણ ચૈતન્ય લેપાતું નથી, તે બંધુઓ ! આપણે ચૈતન્ય છીએ અને તે ચેતન્ય સદા શરીરમાં વિલસી રહ્યું છે, તે આપણે ન ભૂલીએ. અહીં શ્રીમદ્જીએ ગાથામાં જે રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે એ એટલે સરલ છે કે સર્વ સામાન્ય માણસ પણ સમજી શકે. આપણે સહુએ આપણું જીવનની સર્વ અવસ્થાઓને અનુભવ કર્યો છે, અને સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે આપણે એટલે કે તેને જાણનારે સદા જુદો જ રહ્યો છે, એ પણ અનુભવીએ છીએ. કોઈપણ પ્રકારની વિશેષ સાધના વગર જ આ દેહમાં રહેલ આભાના અસ્તિત્વને અનુભવ આપણે કર્યો છે. જેનાથી આત્માના હોવાપણાની શ્રદ્ધા દઢ થાય છે. સદ્ગુરુદેવે શિષ્યને આત્માને દેહ, ઈ દ્રિય, પ્રાણથી પોતાના વિશેષ એધાણની સાથે ઓળખાવી દીધું. જેથી શિષ્યની શ્રદ્ધા મજબૂત બની છે. - આત્મા સૂફમ છે તેથી તે ચર્મ–ચક્ષુઓથી પ્રત્યક્ષ નથી. પક્ષ તત્વને જાણવાનાં બે સાધન છે. 1. સ્વયંનું અતિશાયી જ્ઞાન. અર્થાત્ પોતે જ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે જેથી આત્મા જેવા પક્ષ તત્ત્વને જાણી શકાય. - 2. અતિશાયી જ્ઞાનનાં વચન સાધકને સાધનામાં સ્થિર કરવા માટે તેને કઈ એક પક્ષ વિષયને સાક્ષાત્કાર કરાવી દેવું જરૂરી છે. તીર્થકર પરમાત્મા શિષ્યને જાતિ-સ્મરણ જ્ઞાન કરાવી દેતા તેનાથી તેને આત્માના સૈકાલિક અસ્તિત્વનું જ્ઞાન થઈ જતું અને તેઓ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સાધનારત થઈ જતા જેમકે મેઘકુમાર, [ આ લક્ષ્ય જ શિષ્યનું સમાધાન થઈ રહ્યું છે. હજુ આ જ વિષયમાં શિષ્ય કરેલી અન્ય શંકાઓનું સમાધાન અવસરે.....