________________ 52 હું આત્મા છું આજે પણ આપણે બાળપણ કે યુવાનીને યાદ કરીએ છીએ. ત્યારે બનેલા પ્રસગે અને એ અવસ્થામાં માણેલા જીવનને પણ યાદ કરીએ છીએ. તે એ સર્વ અવસ્થા નાશવંત અને આત્મા શાશ્વત અવસ્થામાં પરિવર્તન આવ્યું પણ આત્મા તે એને એ જ રહ્યો, કારણ આત્મા દેહરૂપ ન હતે. સર્વથી જુદો છે. જે દેહરૂપ જ હોય તે દેહની એ-એ અવસ્થાને નાશ થવાની સાથે-સાથે આત્માને પણ નાશ થઈ ગયે હેત. પણ એમ બન્યું નથી. અવસ્થાએ જડની થઈ ચેતનની નહીં. જડ વિનાશી છે. અને ચેતન અવિનાશી છે. માટે જ જીવે જડનો સંગ છેડવાનો છે - વધુ વિનાશી તુ અવિનાશી; અબ હૈ કિનકો વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી તબ તુમ શીવકા વાસી.આપ સ્વભાવમેં... વપુ એટલે શરીર વિનાશી સ્વભાવવાળું છે. અને આત્મા અવિનાશી છે. શરીરને સંગ જ્યારે જીવ છોડશે ત્યારે તે શિવ બનશે. આમ તે દહથી સર્વથા ન્યારે છે. જેમ શરીરની અવસ્થાએથી એ ન્યારો છે તેમ સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને જાગૃત અવસ્થા. આ ત્રણ અવસ્થામાં પણ એ ત્રણે ય ભાવથી જુદો જ રહે છે. ગાઢ નિદ્રામાં શરીર સૂઈ ગયું હોય પણ ત્યારે ય આત્માને ખબર છે કે ઊંઘ લઈ રહ્યો છે. એટલે જ જગ્યા પછી આપણે કહેતા હોઈએ છીએ કે આજે તે બહુ સારી ઊંઘ આવી ગઈ. સવાર કયાં થયું તે ખબર ન પડી. Sound Sleep આવી. આત્માએ ઊંઘમાં એવી ગાઢ નિદ્રા અનુભવી છે, માટે જ જાગ્યા પછી, યાદ છે. વળી ઊંઘમાં સ્વપ્ન આવે, તે પણ જાગ્યા પછી કહીએ છીએ. એટલે સ્વપ્ન જોનાર અને તેને યાદ રાખનાર યાદ છે. સ્વપ્ન જુદી અવસ્થા છે અને તેને જાણનાર પણ જુદો છે, અને જાગૃત અવસ્થામાં પણ પળ-પળની પ્રવૃત્તિને સાક્ષી આત્મા જ છે. આમ ત્રણે ય અવસ્થામાં એ, અવસ્થાઓથી જુદો જ છે.