________________ તેમાં તે બધા માટે મારી હું આત્મા છું - કવિ કહે છે-હું આત્મા છું. જડ શરીર તે હું નથી. આ શરીરની અંતિમ પરિણતિ તે રાખને ઢગલે છે. સ્મશાને જઈ લાકડા સાથે લાકડું થઈ બળી જશે અને રાખ થઈ જશે. તેને પળ માત્ર વિખરતાં વાર નહીં. એક ઠોકર વાગી ને રાખ વાતાવરણમાં વેરાઈ જશે. અરે ! આ સુંદર શરીરનાં સુખ દુઃખ કયાં સુધી ? જયાં સુધી હું એટલે આત્મા તેમાં છે ત્યાં સુધી જ. હું દેહમાંથી નીકળી જાઉં પછી તેને પૂજે કે બાળો. બે ક્રિયામાં તેને સુખ કે દુઃખ કશું જ નથી. પછી તે એ શબ છે. તેનામાં જ્ઞાયક સ્વભાવ નથી. વળી મેટ માણસ હોય. જ્યાં સુધી તેનામાં આત્મા છે ત્યાં સુધી તેને બહુ આદર માનથી બોલાવાતે હેય પણ મરે એટલે એ પણ શબ જ થઈ જાય. આત્મા કહે છે મારામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ કશું જ નથી. તેમજ હું કેઈપણ વર્ણન નથી. મારી કઈ જાતિ નથી. મેં કઈ લિંગને ધારણ નથી કર્યું. હું તે એ સર્વથી જુદો છું. જીવનરૂપી જે ફિલ્મ ચાલી રહી છે તેની બેટરી તે અલગ જ છે. જેમાં બેટરી હેય તે જ મશીન ચાલે પણ બેટરી મશીનથી જુદી છે. બેટરી તે મશીન નથી, મશીન તે બેટરી નથી. પણ બેટરી મશીનમાં રહીને જ કામ આપે છે તેમ આ દેહને ચલાવનાર બેટરી તે અંદરમાં જુદો છે. એ જ રીતે હું આત્મા અને દેહાદિક સર્વ મારાથી જુદાં છે. વળી આત્માનું મૂલ્ય શું છે? સંસારના જેટલા પદાર્થો છે, જે પદાર્થોની ઉપયોગિતા આપણે ખૂબ માનીએ છીએ, અરે, ! કેટલાક પદા ની કિમત તો લાખો-કરોડોમાં આંકીએ છીએ પણ તે પદાર્થોનું આટલું મૂલ્ય કેના માટે ? માત્ર આત્મા છે તે માટે જ બંધુઓ ! ક્ષણભર કલ્પના કરી લે કે આખા યે વિશ્વમાં કોઈ ચૈતન્ય આત્મા છે જ નહીં માત્ર જડ જગતને પસારે જ છે. તે એ જડ પદાર્થની કેટલી કિંમત ? કંઈ જ નહીં. માત્ર બધું ધૂળ જ દેહમાં આત્મા છે તેથી બુદ્ધિ સક્રિય છે. તે જડ પદાર્થનું મૂલ્ય કરે છે. દેહ તથા ઈન્દ્રિય, આત્માની ફુરણાથી પ્રવર્તી રહ્યાં માટે જ પદાર્થોને ભેગવી શકે છે. તે આખાયે વિશ્વના સર્વ પદાર્થોની કિંમત માત્ર એક આત્માના કહેવા પર જ છે.