________________ જાણનારને માન નહીં...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાભાઓને મેશને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, પરમ તત્વની જિજ્ઞાસાવાળો સાધક જ કરી શકે છે. જેને પરમ તત્વની જિજ્ઞાસા છે તેને સ્વને જાણવાની જિજ્ઞાસા તે હોય જ. જાદ' હું કોણ છું. અને “રોહમ” હું તે છું. આ બે પદ આત્મવાદી દર્શનનાં બે ચક્ષુ છે. પહેલા પદમાં પિતાના અસ્તિત્વની જિજ્ઞાસા છે. અને બીજામાં પિતાના અસ્તિત્વને પ્રત્યક્ષ બધ છે. “હમ્ આ તર્કશાસ્ત્રનું પ્રત્યભિજ્ઞા પ્રમાણ-અતીત અને વર્તમાનનું સંકલનામક જ્ઞાન છે. શિષ્ય પૂછયું: “આત્માનું લક્ષણ શું ? આચાર્યો ઉત્તર આપે: “સેહમ” શરીર અહંકાર શૂન્ય છે. જેમકે: હું કરું છું, મેં કર્યું, હું કરીશ. તે જ આત્મા (ચેતન)નું લક્ષણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માને જાણવાની જિજ્ઞાસાવાળા શિષ્ય, કઈ પણ ઉપાયે આત્માને જાણવા માગે છે. તેથી જ અનેક પ્રકારની શંકાએ ગુરુદેવ પાસે રાખી છે. એ કહે છે સંસારના સર્વ પદાર્થોને આંખ વડે જોઈ શકાય છે. જે રૂપી પદાર્થોનું અસ્તિત્વ છે, તે પદાર્થોને પ્રત્યક્ષ રૂપે અથવા આજના યુગમાં અનેક પ્રકારનાં સાધને વડે પણ પ્રત્યક્ષ કરી લઈએ છીએ. , એ પદાર્થો ગમે તેટલા દૂર હોય તે પણ તેને જાણી લઈએ છીએ તે આત્મા તે સહુથી વધારે નજીક છે, તે તે કેમ ન જણાય? જે તેનું અસ્તિત્વ હોય છે તે આટલે નજીક હેઈને ન જણાય એવું બને નહીં.