________________ પ્રગટ રૂપ ચૈતન્યમય 49 અને કેટલા લેવા જોઈએ ? એ કશી જ ખબર નથી. શ્વાસને ખબર નથી કે એ દેહના કયા ભાગમાં કામ કરી રહ્યો છે. આમ ત્રણે ય પદાર્થો જડ અને ત્રણે ય પોતાથી પણ અજાણ અને ત્રણે ય એકબીજાથી પણ અજાણ. કઈ-કઈને જાણતા નથી. પહેલાં કહ્યું તેમ જડમાં જાણવાની શકિત નથી. એટલું જ નહીં પણ દેહઇંદ્રિય અને પ્રાણ સ્વતંત્ર શકિત ધરાવતા નથી નિર્માલ્ય છે, નિષ્ક્રિય છે. આત્માનું અસ્તિત્વ દેડમાં હોય ત્યાં સુધી જ તેની પ્રવૃત્તિ છે. દેહમાંથી આત્મા નીકળી ગયો કે એ જ ક્ષણે દેહનું હલન-ચલન, ઇન્દ્રિયની ક્રિયા તથા શ્વાસની ક્રિયા બધી જ બંધ. સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ છીએ કે ચાલતે શ્વાસ બંધ થઈ ગયે એટલે માણસનું મૃત્યુ થઈ ગયું, પણ એમ નથી. શરીરમાંથી આત્મા ચાલ્યો ગયે એટલે ધાસ બંધ થઈ ગયો. શરીરમાંથી આત્માનું નીકળવું અને શ્વાસનું બંધ થવું આ બન્ને કિયા એક સાથે જ થાય છે તેથી આપણે જાણી શકતા નથી. બધાસ તે દેહમાં આત્માના હોવાની નિશાની માત્ર છે, પણ શ્વાસ આત્માને દેહમાં ટકાવી રાખી શકે નહીં. જો એમ જ હોય તે ઓકિસજનના બાટલાઓના આધારે માણસ સેંકડો વર્ષ જીવી શકત પણ જ્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી જ ઉપરના ઉપચારની સાર્થકતા છે પછી નહીં. તે વાસ પણ જડ, આત્મા છે ત્યાં સુધી જ છે. પછી નિષ્ક્રિય. આમ આત્મા એક જ ચૈતન્ય છે. બાકીનું સર્વ જડ. આત્મા સિવાય બીજા કેઈની કશી જ કિંમત નહીં. એક પદમાં આ ભાવે સુંદર રીતે વણાયેલા છે– હું તો આત્મા છું જડ શરીર નથી (2) શરીર મસાણની શેખનો ઢગલે, પલમાં બિખરે ઠોકરથી... મુઝવણ એ શિવ પૂજે બાલો, ગાયકતા નહીં સુખદુ:ખથી.. સ્પર્શ ગંધ રસ રૂપ શબ્દ અને જાતિ વર્ણ લિંગ મુઝમાં નથી ' ફિલ્મ બેટરી પ્રેરક જુદે તેમ દેહાદિક ભિન્ન મુઝથી. હું તો... સૂર્ય ચંદ્રમણિ દીપ કાતિની, મુઝ પ્રકાશ વણ કમ્મત શી... પ્રતિ દેહ જે શોભનિતા છે તે મારી જુઓ વિષે મથી.. હું તો.... ભાગ–૨-૪